Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મેફેડ્રોન ડ્રગ્‍સના સપ્‍લાયર સંજય ઉર્ફે ગાંધીને મુંબઇથી ઉઠાવી લેતી રાજકોટ એ-ડિવીઝન પોલીસ

SOG એ મનહર પ્‍લોટમાંથી યોગેશ બારભાયાને પકડતાં નામ ખુલ્‍યુ હતું: મહિલા પી.એસ.આઇ.ટી.ડી.ચુડાસમાની ટીમે મુંબઇના સંવેદનશીલ વિસ્‍તારમાંથી ઝડપી લીધો

રાજકોટ તા. ૧૮ : શહેરના મનહર પ્‍લોટમાંથી એસ.ઓ.જી.ની ટીમે ૧૭ દિવસ પહેલા રૂા.૬.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે યોગેશ હસમુખલાલ બારભાયાને પકડયા બાદ તેને એ ડીવીઝન પોલીસને સોંપ્‍યો હતો તપાસમાં આ માદક પદાર્થ મુંબઇ તરફથી લાવ્‍યો હોવાનું જાણવા મળતા એડીવીઝન પોલીસે સપ્‍લાયકને મુંબઇમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના મનહર પ્‍લોટ-રમાંથી એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. ડી.બી.ખેર, એ.એસ.આઇ.વિરમભાઇ, વિજયભાઇ, ઘનશ્‍યામસિંહ, મોહીતસિંહ, દિગ્‍વીજયસિંહ, ઇન્‍દ્રજીતસિંહ, ફિરોઝભાઇ, હાર્દિકસિંહ તથા રણછોડભાઇ સહિતે અહિ પાવન એપાર્ટમેન્‍ટ-ર બીજો માળ ફલેટ નં. ર૦૧માં રહેતા યોગેશ હસમુખલાલ બારભાયા (ઉ.,ર) ને તેના ઘર નજીકથી રૂા.૬,૬૯,૦૦૦ ના માદક પદાર્થ સાથે પકડી લઇ વિશેષ તપાસ માટે એડીવીઝન પોલીસને સોંપતા પી.આઇ.સી.જી.જોષીની રાહબરીમાં પી.એસ.આઇ.ટી.ડી.ચુડાસમા તથા રાઇટર અશ્વીનભાઇ આહીર સહિતે તપાસ હાથ ધરી હતી યોગેશની પુછપરછ કરતા તે આ માદક પદાર્થ મુંબઇ તરફથી લાવ્‍યો હોવાનું રટણ કરતા તેની વધુ પુછપરછ માટે રીમાન્‍ડ મેળવ્‍યા હતા રીમાન્‍ડ દરમ્‍યાન યોગેશ મુંબઇમાં ગાંધી નામના શખ્‍સ પાસેથી લાવ્‍યો હોવાની કબુલાત આપતા પી.એસ.આઇ. ટી.ડી.ચુડાસમા તથા હેડ કોન્‍સ. કરણભાઇ વીરસોડીયા અને કોન્‍સ અશ્વીનભાઇ આહીરે મુંબઇ પહોંચી સપ્‍લાયર સંજય ઉર્ફે ગાંધી સત્‍યનારાયણ મીશ્રા (ઉ.૪પ) (રહે. બ્રાન્‍દ્રા ઇસ્‍ટ, બહેરામપુરા ચોબેડીચાલ) ને સંવેદનશીલ ગણાતી વિસ્‍તારમાં તેનાજ ઘરેથી પકડી લીધો શતો. તેને રાજકોટ લવાયા બાદ તેની પુછપરછ કરતા અગાઉ પકડાયેલા યોગેશ સાથે તેને છેલ્લા દોઢ વર્ષથી મિત્રતા હોઇ તે અગાઉ મુંબઇ આવ્‍યો હતો ત્‍યારે તેણે માદક પદાર્થ લેવા બાબતે પુછતા પોતે તેને હોન્‍કોંગ બ્રીજ પાસેથી ડ્રગ્‍સ અપાવ્‍યું હતું બાદ પોલીસે સંજયના એક દિવસના રીમાન્‍ડ મેળવ્‍યા બાદ પરમ દિવસે તેને કોર્ટમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરાયો હતો.

(3:33 pm IST)