Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રણછોડદાસબાપુ આશ્રમનું ખાત મુહુર્ત કરનાર હરજીવનભાઇ નથવાણીની પુણ્‍યતિથિ

પુત્ર મહેશભાઇ અને પરિવાર જનો દ્વારા સેવામય ઉજવણી

રાજકોટઃસદગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજના કૃપાપાત્ર શિષ્‍ય સ્‍વ. હરજીવન મંગળજીભાઇ નથવાણીની પુણ્‍યતિથિ નિમિતે તેમના પુત્ર મહેશભાઇએ સેવા-પ્રાર્થના અને પૂજન અર્ચન દ્વારા ભાવાંજલિ અર્પણ કરી હતી.
સ્‍વ. હરજીવનભાઇ નાનપણથી જ ભકિતના રંગે રંગાઇ ગયા હતા. પૂ. ગુરુદેવના તેમની ઉપર ચાર હાથ હતા. રાજકોટના રણછોડદાસજી આશ્રમનું ખાત-મુર્હુત તેમના હસ્‍તે કરાવી પૂ. ગુરુદેવ હરજીવનભાઇને (હજુભાઇ નથવાણી) અનોખું સન્‍માન આપ્‍યું હતું. હરજીવનભાઇ નું સમગ્ર જીવન ‘‘રામ-મય'' બની ગયું હતું. જીવનભર તેઓ ગુરુદેવના સંગાથી રહ્યાં હતા ગુરુદેવ પણ અંતરંગ શિષ્‍ય તરીકે સ્‍વીકાર્યા હતા. જે તે સમયે હજુભાઇના મિત્રો-વર્તુળનો સમુદાય પણ તે સાથે પ્રાગજીભાઇ, અભેરામભાઇ (અભુભાઇ) સાંગણવા ચોક, દુલાભાઇ ગાંઠિયાવાળા  પ્રહલાદ રોડ, ઓધવજીભાઇ કોટેચા, દયાબેન (પ્રહલાદ રોડ),ે ક્રિષ્‍નાબેન પણ તે સમુદાયોમાં હતા.
સ્‍વ. હરજીવનભાઇને ચાર સંતાનો હતા. પુત્રીનો જન્‍મ થયો ત્‍યારે ગુરુદેવે તેનું નામ ‘‘હંસા''આપ્‍યુ હતું. મોટા પુત્ર પ્રફુલભાઇનું નામ‘‘ભાનુ'' આપેલ સૌથી નાના પુત્ર સંજયને ‘‘ચંદ્રપાણી'' નામ આપ્‍યા હતા. હંસાબેનના લગ્ન બાદ થોડા સમયે જ સ્‍વર્ગવાસ થયો હતો. હંસાબેનને સંતાનોમાં એક પુત્રી કિષ્‍ના (જસ્‍મિન) અને પુત્ર જીજ્ઞેશ છે. નાના પુત્ર ‘સંજય' નું પણ યુવાન વયે અવસાન થયેલ હતું. અન્‍ય પુત્ર મહેશભાઇ અને પ્રફુલભાઇ રાજકોટમાં પોત-પોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્‍ધિઓ હાંસલ કરી હતી. અને અત્‍યારે પિતાને માર્ગે સેવા-ભકિતમાં જીવન વ્‍યતિત કરી રહ્યાં છે.
હરજીવનભાઇનું તા. ૩૦-૧૦-૨૦૧૩નું આશો વદ  અગિયારસના દિવસે અવસાન થયું. ત્‍યારે તેમની ઉંમર ૮૬ વર્ષની હતી. હરજીવનભાઇના જીવન દરમ્‍યાન પૂજય ગુરુદેવના પવિત્ર સાનિધ્‍યનો લાભ મળ્‍યો હતો. તેમનું પોતાનું  જીવન ગુરુદેવને સમર્પિત કરી દીધુ હતું. ભકત સમુદાયમાં તે હજુભાઇના નામથી પ્રખ્‍યાત હતા. જામનગરમાં જમનાદાસભાઇની વાડી તરીકે ઓળખાયેલ વાડીમાં ૧૯૫૭માં૧૦૦૮ દિવસના કાષ્‍ટમૌનમાં ગુરુદેવ બેઠા હતા. ત્‍યારે હજુભાઇ તેમની સાથે ચાલ્‍યા ગયા હતા.બિહારમાં ૧૯૬૫ના દુષ્‍કાળ સમયે પૂજય ગુરુદેવ સંચાલિત અન્નક્ષેત્ર તથા દેશના અન્‍ય પ્રાંતોમાંથી ‘ગુરુદેવ' પ્રેરીત સેવા કાર્યમાં હજુભાઇએ નિસ્‍વાર્થ સેવા આપી હતી.જે સમયે તેમના પુત્ર  મહેશભાઇ પણ સાથે જોડાયેલ હતા. અને ગુરુદેવના કૃપાપાત્ર બન્‍યા હતા. ચિત્રકુટમાં શ્રી રામજી મંદિરમાં પ્રભુના પ્રથમ ‘‘વાઘા'' પણ હજુભાઇ તરફથી અર્પણ કરવામાં આવ્‍યા હતા.
ગઇ કાલે તેમની પુણ્‍યતિથિ નિમિતે તેમના પુત્ર મહેશ નથવાણી(સપ્‍પી પબ્‍લીસીટીવાળા મો. ૯૭૧૨૦૨૨૩૩૩) એ રાજકોટ સ્‍થિત પોપટપરામાં આવેલ શ્રી રામજી મંદિર, વૃધ્‍ધાશ્રમો, અપંગ આશ્રમો બાલાશ્રમોમાં મીઠાઇ વિતરણ વિગેરે કાર્યક્રમો  યોજવામા આવ્‍યા હતા.

 

(4:13 pm IST)