Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

નેત્રદીપ આઈ હોસ્‍પિટલે મેકિસવિઝન આઈ હોસ્‍પિટલ્‍સ સાથે સંયુકત સાહસ

નેત્રદીપ મેકિસવિઝન આઈ હોસ્‍પિટલ તરીકે રિબ્રાન્‍ડ કરાશે તેમજ સૌરાષ્‍ટ્રમાં સૌથી મોટી આઈ કેર ચેઈન બનવાનું લક્ષ્ય * સારવારમાં ગુણવતાઃ મોરબી, ભૂજ, જામનગર, ઉપલેટા, મોરબી પણ જોડાણ થશેઃ ડો.વસંત સાપોવડીયા

 

રાજકોટ,તા.૧૮ રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારમાં ગુણવત્તાયુકત આઇ-કેર હેલ્‍થકેર માટે ત્રણ દાયકાથી જાણીતી નેત્રદીપ આઇ હોસ્‍પિટલે સૌરાષ્‍ટ્રના બીજા શહેરોમાં વિસ્‍તરણની તેની યોજનાના ભાગરૂપે મેકિસવિઝન આઇ હોસ્‍પિટલ્‍સ સાથે સંયુકત સાહસની રચના કરી છે.

વર્ષ ૧૯૮૭માં ઉપલેટામાં એક નાની હોસ્‍પિટલથી શરૂઆત કરતાં આજે નેત્રદીપ આઇ હોસ્‍પિટલ ડો.વસંત સાપોવડિયાના નેતૃત્‍વ હેઠળ ચાર હોસ્‍પિટલ્‍સ સાથે રાજકોટમાં સૌથી મોટી આઇ હોસ્‍પિટલ્‍સની ચેઇન તરીકે ઉભરી આવી છે. આ વિસ્‍તારમાં નેત્રદીપ આઇ હોસ્‍પિટલ બેસ્‍ટ-ઇન-કલાસ આઇ સર્જરી અને નવી આધુનિક ટેકનોલોજી બાબતે અગ્રેસર છે.

નેત્રદીપ આઇ હોસ્‍પિટલે દક્ષિણ ભારતમાં ૨૦થી વધુ હોસ્‍પિટલ ધરાવતી અગ્રણી આઇ કેર ચેઇન પૈકીની એક મેક્‍સિવિઝન આઇ હોસ્‍પિટલ સાથે સંયુકત સાહસ રચ્‍યું છે તથા નેત્રદીપ મેકિસવિઝન આઇ હોસ્‍પિટલ તરીકે પોતાની જાતને રિબ્રાન્‍ડેડ કરી છે. વર્તમાન મહિનેથી નવી બ્રાન્‍ડ હેઠળ હોસ્‍પિટલ્‍સ તેની કામગીરી શરૂ કરશે.

નેત્રદીપ આઇ હોસ્‍પિટલના મેનેજિંગ ડાયરેક્‍ટર અને સિનિયર સર્જન ડો.વસંત સાપોવાડિયાએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું કે, ‘નેત્રદીપ આઇ હોસ્‍પિટલની વૃદ્ધિ તથા વર્ષોથી રાજકોટ અને આસપાસના વિસ્‍તારોમાં લોકોને ગુણવત્તાયુકત આઇ કેર સેવાઓ પૂરી પાડવામાં અમારી ક્ષમતાઓને જોતાં મને ખુશી અનુભવાય છે. આ વિસ્‍તારમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાના વિઝન સાથે અમે સૌરાષ્‍ટ્રના બીજા શહેરોમાં વિસ્‍તરણ કરવા માગીએ છીએ. મેકિસવિઝન ગ્રૂપ ઓફ આઇ હોસ્‍પિટલ્‍સ વિવિધ રાજ્‍યોમાં ઝડપી વળદ્ધિ સાધી રહ્યું છે અને અમારું માનવું છે કે તેમની પ્રોફેશ્‍નલ મેનેજમેન્‍ટ ટીમ સૌરાષ્‍ટ્રમાં વધુ સારી અને ઝડપી રીતે વૃદ્ધિ સાધવાના અમારા વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે. આ ભાગીદારીથી અમે રાજકોટ અને બીજા શહેરોમાં અમારી સેવાઓમાં વધારો કરી શકીશું. અમે અમારી વળદ્ધિના આગામી તબક્કાનો પ્રારંભ કરતાં ઉત્‍સાહિત છીએ. ગુણવત્તાયુકત સારવાર દર્દીઓને વધુ મળશે.

મેકિસવિઝન આઇ હોસ્‍પિટલ્‍સના ચેરમેન ડો. જીએસકે વેલુએ જણાવ્‍યું હતું કે, ‘મેકિસવિઝન ખાતે અમારૂં ધ્‍યાન ઉત્‍કળષ્ટ ડોક્‍ટર્સ સાથે સારી હોસ્‍પિટલનું નિર્માણ કરવાનો તથા બેસ્‍ટ ટેકનોલોજીથી વિવિધ રાજ્‍યોમાં દર્દીઓને વાજબી કિંમતે ઉચ્‍ચ-ગુણવત્તાયુક્‍ત આઇ કેર સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા ઉપર કેન્‍દ્રિત છે. ગુજરાતમાં અગ્રણી ડોક્‍ટર્સ સાથે અમારી ભાગીદારીનું સફળ મોડલ છે તથા તેમના અભિયાન અને વિઝનની અમે પ્રશંસા કરીએ છીએ. નેત્રદીપ સાથેની અમારી ભાગીદારી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં લોકોને ઉત્તમ ગુણવત્તા સાથે આઇ કેર સેવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે.

આ પ્રસંગે વાત કરતાં મેક્‍સિવિઝન આઇ હોસ્‍પિટલ્‍સના ગ્રૂપ સીઇઓ શ્રી સુધીરે જણાવ્‍યું હતું કે, અમે ડો. વસંત સાપોવાડિયા અને તેમની ટીમ સાથે ભાગીદારી કરતાં ખૂબજ ઉત્‍સાહિત છીએ. અમે ટૂંક સમયમાં તેમના તમામ હોસ્‍પિટલ્‍સમાં દર્દીઓ માટેની સેવાઓમાં વધારો કરીશું તેમજ વિશ્વ-સ્‍તરીય સુવિધાઓ પણ રજૂ કરીશું. પ્રોફેશ્નલ્‍સનું એક ગ્રૂપ પેશન્‍ટ કેર ઓપરેશન, ક્‍વોલિટી ક્‍લિનિકલ મેનેજમેન્‍ટ અને વિસ્‍તરણનું સંચાલન કરશે. આ સંયુકત સાહસ હેઠળ નેત્રદીપ મેક્‍સિવિઝન આઇ હોસ્‍પિટલ્‍સ મોરબી, ભુજ, જામનગર, ઉપલેટા અને પોરબંદરમાં વિસ્‍તરણ સાથે પ્રદેશમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાની યોજના ધરાવે છે. શ્રી સુધીરે ઉમેર્યું હતું કે, અમે ગુજરાતમાં સૌથી મોટી આઇ કેર ચેઇન બનવાના વિઝન સાથે બીજા મોટા શહેરો જેમકે અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગરમાં પણ પાર્ટનરશીપ મોડલ ઉપર કામ કરી રહ્યાં છીએ. નેત્રદીપ આઇ હોસ્‍પિટલની વર્તમાન તમામ હોસ્‍પિટલ્‍સ આધુનિક ટેકનોલોજી અને વ્‍યાપક ડાયગ્નોસ્‍ટિક સુવિધાઓથી સજ્જ છે. ડો. સાપોવાડિયા અને તેમની આઠ ડોક્‍ટર્સની ટીમ આ સેન્‍ટર્સમાં દૈનિક ૨૦૦ દર્દીઓને સેવા આપે છે. આ સેવાઓમાં અદ્યતન મોતિયાની સર્જરી, રોબોટિક મોતિયાની સર્જરી, લેસિક લેઝર, સ્‍માઇલ રિફ્રેક્‍ટિવ સર્જરી, કોન્‍ટોરા વિઝન ટ્રીટમેન્‍ટ, ડાયાબિટિક રેટિનાની સારવાર, ગ્‍લુકોમા, કોર્નિયા, પિડિયાટ્રિક આઇ કેર વગેરે સામેલ છે.પત્રકાર પરિષદમાં ડો.વસંત સાપોવડીયા, ડો. જી.એસ.કે. વેલુ, સીઈઓ શ્રી સુધીર, ડો.શરત બાસુ, ડો.ભાવિન ટીલવા, ડો.અદિતિ સાપોવડીયા, ડો.અમી સાપોવડીયા, ડો. હેમલ જસાણી અને શોભનાબેન સાપોવડીયા ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૩૦.૯)

(4:11 pm IST)