Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

‘રોટરી લલિતાલય' હોસ્‍પિટલમાં હવે ઝેરી કમળો, એઈડ્‍સ, જડબાના રોગોનું થશે નિદાન

મુંબઈ રોટરી ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી ડો.ભરત પંડયાના હસ્‍તે એક કરોડથી વધુના ખર્ચે વસાવાયેલા અદ્યતન લેબોરેટરી મશીનોનું ઉદ્‌ઘાટન : પુરૂષ નપુસંકતા, મહિલાઓને પેડુના ભાગમાં થતો દુઃખાવો, જ્ઞાનતંતુની તકલીફ ઉપરાંત ડાયાબીટીસને કારણે પગમાં થતાં ગેંગરીનનો ટેસ્‍ટ કરી આપતું સૌરાષ્‍ટ્રનું પહેલું ઈડી-૧૦૦૦ મશીન લલિતાલય હોસ્‍પિટલમાં બનશે ઉપલબ્‍ધ : ડાયાબેટિક રેટિના (આંખ વિભાગ) માટે ઓપ્‍થેલ્‍મિક ગ્રીન લેસર સિસ્‍ટમ, પેથોલોજી વિભાગ માટે ઈએક્‍સએલ-૨૦૦, દાંતના વિભાગ માટે એસ-મેક્‍સ એસજી૨૦ એચપીએસ તેમજ હૃદય વિભાગ માટે ૧૨ ચેનલો સાથેના ઈસીજી મશીનનો દર્દીઓને મળશે લાભ

રાજકોટઃ જેમ જેમ માણસની રહેણી-કહેણી, ખાન-પાન બદલાઈ રહ્યા છે તેમ તેમ નવી બીમારીઓ પણ માથું ઉંચકી રહી હોય આ બીમારીઓની સારવાર માટે રાજકોટમાં હોસ્‍પિટલો દ્વારા અદ્યતન મશીનો વસાવાઈ રહ્યા છે ત્‍યારે દર્દીઓની પડખે રહેવા માટે હંમેશા તત્‍પર એવી રોટરી લલિતાલય હોસ્‍પિટલ (૬, ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રિયા સ્‍યુટ હોટલની સામે, એરપોર્ટ રોડ ખાતે વિવિધ પ્રકારના આધુનિક મશીનોનો દર્દીઓના લાભાર્થે હવે રોટરી લલિતાલય હોસ્‍પિટલમાં ઝેરી કમળો, એઈડ્‍સ, જડબાના રોગો સહિતના તમામ દર્દની સારવાર ઉપલબ્‍ધ બનશે. શનિવારે ખાસ મુંબઈથી નવીનતમ મશીનનું ઉદ્‌ઘાટન રોટરી ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી ડો.ભરત પંડ્‍યાના હસ્‍તે એક કરોડથી વધુની કિંમતે વસાવવામાં આવેલા આ મશીનો દર્દીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે અત્‍યાર સુધી લલિતાલય હોસ્‍પિટલમાં ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર, આંખ, દાંતની સારવાર, દાંતની સર્જરી, ફૂટ ક્‍લિનિક, ડાયેટિશિયન ચાર્ટ, કાર્ડિયાક કેર, એક્‍સ-રે ક્‍લિનિક, મેડિકલ સ્‍ટોર, ફૂલટાઉન પેથોલોજીસ્‍ટ સાથે સંપૂર્ણ સુવિધાયુક્‍ત પેથોલોજી લેબ, ફૂલટાઈમ ડાયાબિટોલોજીસ્‍ટ સહિતની સેવા ઉપલબ્‍ધ હતી.
જ્‍યારે હવે નવી ગ્રાન્‍ટની રકમથી હોસ્‍પિટલમાં ડાયાબિટીક રેટિના (આંખ વિભાગ) માટે અદ્યતન ઓપ્‍થેલ્‍મિક ગ્રીન લેસર સિસ્‍ટમ્‍સ, પેથોલોજી વિભાગ માટે ફુલ્લી ઓટોમેટિક બાયોકેમીસ્‍ટ્રી અને હેમેટોલોજી વિશ્‍લેષક-સિમેન્‍સ ડાયમેન્‍શન કરી આપતું ઈએક્‍સએલ-૨૦૦ મશીન, પુરુષોમાં આવી ગયેલી નપુસંકતા, મહિલાઓને પેડુના ભાગમાં થતો દુઃખાવો, જ્ઞાનતંતુની તકલીફ ઉપરાંત ડાયાબીટીસને કારણે પગમાં થઈ ગયેલા ગેંગરીનની તકલીફના નિદાન માટે ઈડી-૧૦૦૦ મશીન વસાવવામાં આવ્‍યું છે. આ મશીનનો ઉપયોગ સૌરાષ્‍ટ્રમાં પહેલીવાર લલિતાલય હોસ્‍પિટલમાં કરવામાં આવશે.
આ તમામ સુવિધાઓ રાજકોટને અર્પણ કરવા માટે રોટરી ફાઉન્‍ડેશનના કુલ ૧૬ ટ્રસ્‍ટી પૈકીના એક એવા ડો.ભરત પંડ્‍યા ખાસ મુંબઈથી આવ્‍યા છે. તેઓ ૨૦૨૨-૨૬માં વિヘના ૨૦૦થી વધુ દેશોમાં લોકોને સેવા આપતાં રોટરી ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપનારા એકમાત્ર ભારતીય છે.
સ્‍થળઃ- રોટરી લલીતાલય હોસ્‍પિટલ, ૬- ગીત ગુર્જરી સોસાઇટી, પેટ્રીયા સ્‍યુટસ હોટેલની સામેનો રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ. મો. ૯૪૦૯૩ ૩૦૦૩૪, મો.૯૪૦૯૩ ૩૦૦૩૫,મો.૯૧૦૬૯ ૧૯૮૦૯

 

(4:15 pm IST)