Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

બારાખડી શીખડાવનાર બા રખડી ન પડે, તો જ આપણે ભણેલા છીએઃ પૂ. ધીરજમુનિ મ.સા.

જશાપરમાં પ્રાથમીક શાળાના ૮૧માં જન્‍મદિનની રંગે ચંગે ઉજવણી

રાજકોટ તા. ૧૮ : ભાણવડ તાલુકાના જશાપરમાં સહુ પ્રથમ શ્રી ન્‍યાયલચંદ ભગવાનજી જૈનના મકાનમાં ૧ થી ૪ ધોરણ સુધી શાળા હતી. ત્‍યાર બાદ શા.પોપટલાલ ઝીણાભાઇ મણિયારના પ્રયત્‍નથી તા.રર/૬/૧૯૪૧ ના પ્રાથમીક શાળાનું નિર્માણ થયેલ.
જોગાજુજોગ જે શાળામાં અભ્‍યાસ કરેલ છે તેવા પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં શાળા નં.૮૧ ના જન્‍મદિન નિમિતે બાલક-બાલિકાઓએ વિશિષ્‍ટ કાર્યક્રમ રજુ કરેલ આ પ્રસંગે પૂર્વવિદ્યાર્થી નારણભાઇ ગાગલીયાએ હોલ નિર્માણમાં ૧ લાખનું દાન જાહેર કરેલ.
શાળાના શિક્ષક ગોવિંદભાઇ રાઠોડે ઋણ સ્‍વીકાર કરેલ આગામી ર૬ જુનના પૂ. ધીરગુરૂદેવના ચાતુર્માસ, પ્રવેશોત્‍સવ પ્રસંગે ધુવાડાબંધ ગામ જમણની કે.ડી.કરમુર પરિવાર તરફથી ઘોષણા કરાતા ઉમંગ છવાયો હતો.

 

(4:16 pm IST)