Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સોમવારે ભાભા હોટલ ખાતે રકતદાન કેમ્‍પ

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતનામંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભ આશયથી શ્રી રમેશભાઇ ઠક્કરના ૭૩માં જન્‍મદિવસ નિમિત્તે (ગિરિરાજ હોસ્‍પિટલ ગ્રુપ, ભાભા કીંગસ્‍ટોન, પેરેમાઉન્‍ટ પ્‍લાસ્‍ટીક), શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાન અને શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગ્રુપના સહયોગથી ભાભા હોટલ, ગાંધી મ્‍યુઝિયમની સામે જવાહર રોડ, ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્‍પમાં ભરતભાઇ મેહતા (ભાભા હોટલ), દિલીપભાઇ વોરા (ભાભા કીંગસ્‍ટોન) રાજુભાઇ મહેતા, અમિતકુમાર સંઘવી, (પેરેમાઉન્‍ટ પ્‍લાસ્‍ટીક) રમેશભાઇ ઠક્કર (ગિરિરાજ હોસ્‍પિટલ) પારસભાઇ મહેતા, દુષ્‍યંતભાઇ મેહતા, શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), સ્‍વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાન, ડો. મયંક ઠક્કર, ગૌરાંગભાઇ ઠક્કર, ગીરીરાજ હોસ્‍પિટલ ગ્રુપ તથા સિવિલ હોસ્‍પિટલ બ્‍લડબેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સ ટીમ માનદ્‌ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્‍યામાં રકતદાન કરવા વિનંતી કરાઇ છે

 

(4:17 pm IST)