Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કોરોનામાં પત્‍નિ ગુમાવ્‍યા બાદ ગુમસુમ રહેતાં ભાવેશે ઝેર પીધું

મોરબી રોડ સિતારામ સોસાયટીના દરજી યુવાને સોખડા ચોકડીએ પગલુ ભરતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર સિતારામ સોસાયટીમાં રહેતાં ભાવેશ જેન્‍તીભાઇ લીંબડ (દરજી) (ઉ.વ.૪૨) નામના યુવાને કુવાડવા રોડ સોખડા ચોકડીએ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. રામશીભાઇ વરૂએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.
ભાવેશ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્ર છે અને પોતે બે ભાઇમાં મોટો છે. ગયા વર્ષે કોરોનામાં તેના પત્‍નિનું અવસાન થયું હોઇ ત્‍યારથી તે સતત ગુમસુમ રહેતો હોઇ અને માનસિક બેચેની રહેતી હોઇ દવા ચાલુ હતી. કંટાળીને ઝેર પીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

 

(4:22 pm IST)