Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આનંદપરમાં પાનની દુકાનમાં શંકાસ્‍પદ નશાયુકત કોલ્‍ડ્રીંકસની ૬૦ બોટલ સાથે હરેશ લામકા પકડાયો

કુવાડવા રોડ પોલીસે દુકાનમાંથી સ્‍લીપવેલ આસવઅરીષ્‍ઠા અને સ્‍ટોનેરીષ્‍ઠાની ૬૦ બોટલ કબ્‍જે કરી ચકાસણી માટે એફએસએલમાં મોકલાઇ

રાજકોટઃતા.૧૮: નવાગામ આણંદપરના બસ સ્‍ટેશન પાસે આવેલી પાનની દુકાનમાં કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ફ્રુટ બીયરના નામે શંકાસ્‍પદ નશાયુકત  કોલ્‍ડ્રીંકસનું વેચાણ કરતા શખ્‍શને પકડી લઇ શંકાસ્‍પદ ૬૦ બોટલો કબ્‍જે કરી હતી
મળતી વિગત મુજબ નવાગામ આણંદપરમાં બસસ્‍ટેશન પાસે એક પાનની દુકાનમાં નશાયુકત કોલ્‍ડ્રીંકસનું વેચાણ થતુ હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ.એન.આર. વાણીયોને બાતમી મળતા સ્‍ટાફ સાથે આણંદપર બસસ્‍ટેશન પાસે આવેલી ‘‘વિવેક સાગર પાસ એન્‍ડ કોલ્‍ડ્રીંકસ'' નામની દુકાનમાં દરોડો પાડી તલાશી  લેતા દુકાનમાંથી શંકાસ્‍પદ નશાયુકત કોલ્‍ડ્રીંકસની સ્‍લીપવેલ અસ્‍પઅરીષ્‍ઠાની ૩૦ અને સ્‍ટોન અરીષ્‍ઠા અસ્‍વ અરીષ્‍ઠાની ૩૦ બોટલો મળી આવી હતી. પોલીસે દુકાનમાલીક હરેશ રતાભાઇ લામકા(ઉ.વ.૩૦) (રહે.ઉંબાળા ફાટક મારૂતીનગર સામે ગોંડલ)ને પકડી લઇ રૂા.૯૦૦૦ની કિંમતની શંકા સ્‍પદ નશાયુકત કોલ્‍ડ્રીંકસની ૬૦ બોટલો કબ્‍જે કરી આ કોલ્‍ડ્રીંકસ નશાયુકત છે કે કેમ તે જાણવા આલ્‍કોહોલ ટેસ્‍ટ માટે એફએસએલમાં સેમ્‍પલ મોકલવા તજવીજ  હાથધરી છે આ કામગીરી પી આઇ.બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એન.આર.વાણીયા હેડ કોન્‍સ અરવીંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, અજીતભાઇ લોખીલ, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા તથા રઘુવીરભાઇ ગઢવી દ્વારા કરવમાં આવી હતી

 

(4:30 pm IST)