Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગર રોડ પર ધરમ કોમ્‍પ્‍લેક્ષની ઓફિસમાં દરોડોદારૂની મહેફીલ માણતાં પાંચને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા

રાજકોટ તા. ૧૮: જામનગર રોડ પર ધરમ કોમ્‍પલેક્ષમાં પહેલા માળે રાયમલભાઇ  આહિરની ઓફિસમાં દારૂની મહેફીલ જામી હોવાની બાતીમ પરથી ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી પાંચ શખ્‍સોને મહેફીલ માણતા પકડી લઇ દારૂની બોટલ પણ કબ્‍જે કરી  હતી.

પોલીસે ઓફિસમાં દરોડો પાડી નિલેષ જીવણભાઇ ખટાણા (ઉ.૪૩-રહે. બજરંગવાડી-૪નો ખુણો રાજશક્‍તિ), પરેશ હરદાસભાઇ પંડયા (ઉ.૫૨-રહે. માધાપર ચોકડી મહાદેવ ચોક નવા બસ સ્‍ટેશન પાછ જીત સોસાયટી-૨), જયેશ નાનજીભાઇ ગોગરા (ઉ.૪૨-રહે. પોપટપરા કૃષ્‍ણનગર-૧૪), અબ્‍બાસ અલારખાભાઇ ચાનીયા (ઉ.૪૦-રહે. બજરંગવાડી ૧૩, ચામુંડા કૃપા પાસે) તથા કપીલ જેન્‍તીભાઇ વાજર (ઉ.૩૮-રહે. ગાયત્રીધામ સોસાયટી-૪, જામનગર રોડ) દારૂ પીતા મળી આવતાં તમામ સામે ગુનો નોંધી ધરપકડ કરી ઓલ્‍ડ સ્‍મગલર બ્‍લેન્‍ડેડ સ્‍કોચની એક બોટલ જેમાં આશરે રૂા. ૧૦૦નો દારૂ વધ્‍યો હતો તે બોટલ કબ્‍જે કરી હતી.

પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. વી. સોમૈયા, હેડકોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયા, કોન્‍સ. અમીનભાઇ કરગથરા, મહેશભાઇ કછોટ, હમીરભાઇ ટારીયા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્‍યો હતો.

(4:52 pm IST)