Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સસ્‍તી વીજળીની માંગ સાથે ‘‘આપ''નું આંદોલન

રાજકોટઃ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં મોંઘી વિજળી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી હોય અને અન્‍ય રાજયની જેમ ર૦૦ યુનિટ સુધી વીજળી માફી માટે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ તથા મહાનગરો દ્વારા દરરોજ પદયાત્રા તથા મશાલ રેલીનું આયોજન કરાયું છે. જે પૈકી શહેર પ્રમુખ ચેતનભાઇ કમાણી, લોકસભા પ્રભારી રાહુલભાઇ ભુવા, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, વિધાનસભા મંત્રી મુન્‍નાભાઇ ગઢવી, હાર્દિકભાઇ રાબડીયા, જયદિપભાઇ નિમ્‍બાર્ક સહીત વિવિધ વોર્ડનાં પ્રમુખો તેમજ મહિલા પૂર્વ ઉપપ્રમુખ ખેરૂનબેન ભુવડ સહિતના બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ દ્વારા સંત કબીર રોડ, ઠાકર ચોક, જય જવાન મેઇન રોડ, પદયાત્રા કાઢવામાં આવેલ હતી. તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી.

(4:35 pm IST)