Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મારૂ ચોમાસુ કયાંક આસપાસ છેઃ કાલે સંગીતમય કાર્યક્રમ

રાજકોટઃ તા.૨૦ સોમવારે રાત્રે ૯:૩૦ વાગ્‍યાથી મેઘરાજાના આગમનને વધાવતો ‘મારૂં ચોમાસુ કયાંક આસપાસ' સૂરમય કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્‍યું છે.

 મિલન કોઠારી, જય ખારા, જય કામદાર ની જૈન વિઝન સંસ્‍થા અને ન્‍યુઝ ચેનલના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમ માં જાણીતા ગાયક કલાકારો પ્રહર વોરા, નિધિ ધોળકિયા, ગાર્ગીવોરા,  ગાથા પોટા અને ચેતાલી છાયા ગીતો રજૂ કરશે. જાણીતા કવિ તુષાર શુકલની રચના આંખોમાં બેઠેલા ચાતક કહે મારૂં ચોમાસુ કયાંક આસપાસ છે. ના શીર્ષક સોંગ સાથે પહેલા વરસાદનો છાંટો મુંને વાગ્‍યો સહીત રચનાઓ રજૂ થશે જયારે આ સમગ્ર કાર્યક્‍મ નું સંચાલન જાણીતા કવિ ગીતકાર મિલિન્‍દ ગઢવીનું જયારે સંગીત સંચાલન આશિષ કોટક નું રહેશે

(4:39 pm IST)