Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાજપ દ્વારા કાલે દલિત વિસ્‍તારોમાં લોકસંપર્ક સાથે સદસ્‍યતા ઝુંબેશ

રાજકોટ તા. ૧૮ : શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અધેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે પ્રદેશ ભાજપ અનુ.જાતિની યોજનાનુસાર દલિત વિસ્‍તારોમાં લોકસંપર્ક કરી સદસ્‍યતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

કાલે તા. ૧૯ ના રવિવારે સવારે ૯.૩૦ થી રાત્રે. ૮.૩૦ દરમિયાન પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના અધ્‍યક્ષ ડો. પ્રદ્યુમનભાઇ વાજા વોર્ડ નં. ૪,૫,૧૫ અને વોર્ડ નં. ૩ ના આગેવાનોનો લોકસંપર્ક કરી સદસ્‍યતા ઝુંબેશને વેગવંતી બનાવશે.

તેમજ દલિત આગેવાનોના ઘરે અલ્‍પાહાર અને રામદેવપીર મંદિરે મહાઆરતીનો લાભ લેશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અનુ.મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, પ્રદેશ ભાજપ અનુ.મોરચાના મંત્રી બાબુભાઇ ચાવડા, પ્રદેશ અનુ.મોરચાના કાર્યાલય મંત્રી મૌલીકભાઇ જાદવ સહીતના  આગેવાનો સાથે જોડાશે.શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર અનુ.જાતિ મોરચાના કાર્યકર્તાઓ વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે.

(4:42 pm IST)