Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા કાર્યક્રમોની હારમાળા

યોગ દિવસ, ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી સ્‍મૃતિ દિવસ અને જન્‍મ દિવસ, કટોકટીનો કાળો દિવસ ઉજવાશે

રાજકોટઃ તા.૧૮:  ભાજપ અધ્‍યક્ષ જે.પી.નડ્ડાજીના નિર્દેશાનુસાર અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્‍યક્ષ સી.આર. પાટીલના નેતૃત્‍વમાં અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્‍યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલાની આગેવાની હેઠળ રાજકોટ જીલ્લામાં તા. ૨૧ થી ૩૧ જુન સુધી વિકાસયાત્રાને જન-જન સુધી પહોચાડવા તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા તમામ મંડલો ઉપર ૭૫ સ્‍થળે ૨૧મીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જીલ્લામાંથી વધુમાં વધુ,લોકો જોડાય તે માટે અનુરોધ કરવામાં આવેલ છે.

ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જી સ્‍મૃતિ દિવસ તા.૨૩ જુન અને જન્‍મ દિવસ તા. ૦૬ જુલાઇના બુધ સ્‍તર પર પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાશે.

તા.૨૫ જુનના કટોકટીનો કાળો દિવસ મનાવવામાં આવશે. મંડલમાં રહેતા તમામ મીસાવાસીઓનું સન્‍માન કરવામાં આવશે.

તા.૨૩ જુનથી તા. ૦૬ જુલાઇ સુધી મંડલના બુધ સ્‍તર પર ગામમાં ઘનિષ્‍ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે. તા.૧૬ જુનથી ૩૦ જુન સુધી જીલ્લાથી માંડી બુથ સુધીના કાર્યકર્તાઓ ઘર-ઘર સંપર્ક કરીને સભ્‍ય નોંધણી ઝુંબેશ રાખવામાં આવેલ છે અને મુખ્‍ય સંગઠન, તમામ મોરચા, તમામ સેલ આ અભિયાનમાં જોડાઇને બુથ સ્‍તર સુધી નવા મતદાતાઓને તેમજ નવા સભ્‍યોને પ્રાથમિક સભ્‍ય બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. પ્રાથમિક સભ્‍ય બનવા માટે ૭૮૭૮૧૮૨૧૮૨ ઉપર મિસ્‍ડકોલ કરવાનો રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ‘‘મન કી બાત'' કાર્યક્રમ પૂરો થયા બાદ શકિતકેન્‍દ્ર સઃ  કોઇપણ બુથમાં ટીફીન બેઠક યોજવામાં આવશે.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ભાજપના હોદેદાર ઉપલેટા શહેર/તાલુકા, ભાયાવદર શહેર, ધોરાજી શહેર/ તાલુકા, જામકંડોરણા, જેતપુર શહેર/ તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડા સાંગાણી, લોધિકા તાલુકા, રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, જસદણ શહેર/તાલુકા, વિછીયા તાલુકાના સંગઠનના પ્રમુખ મહામંત્રી સંગઠનના પદાધિકારીઓ, ચુટાયેલા લોકપ્રતિનિધિઓ, મોરચાના સંગઠન, સેલના કન્‍વીનર, સહ- કન્‍વીનર,સહકારી ક્ષેત્રના આગેવાનો, શકિતકેન્‍દ્રના ઇન્‍ચાર્જશ્રીઓ તેમજ બુથ સુધીના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાનુ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્‍ચાર્જ અરુણભાઇ નિર્મળે જણાવ્‍યું છે.

(4:42 pm IST)