Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સલામ છે, મિડિયાના સ્પિરીટને : શીશમહલ મેં હર એક ચહેરા અપના લગતા હૈ...

કષ્ટકાળે કમાલ : કલમની દુનિયાને સલામ

લોકોને અપડેટ રાખતા અને એન્ટરટેઇન પણ કરતા મિડિયા પાસેથી એ શીખો કે...

તમને મિડિયા સામે ગમે તેટલાઙ્ગ જેન્યુઇન વાંધા હોય, પણ એ સ્વીકાર્યા વગર છૂટકો નથી કે - મિડિયા કાયમ હસતાં ચહેરે જ તમારી સામે પેશ થયું છે, પોતાના તમામ ઝખમ, પીડા કે તકલીફ છૂપાવીને !

૨૨ માર્ચ, ૨૦૨૦ પછી આપણા બધાની તકલીફો, સમસ્યાઓ, અનિશ્ચિતતાઓ સતત વધી છે. રોદણાં રડવાનો જાણે બારમાસી, વરસીતપ શરૂ થયો છે અને એ જરાય અતિશ્યોકિત ભર્યો નથી. પ્રિન્ટ,  વિઝયુઅલ અને ડિજિટલ મિડિયાની પણ આ દિવસોમાં 'પાળ' પીટાણી જ છે. દિગ્ગજ પ્રકાશન હાઉસીસે પબ્લિકેશન બંધ કરવા પડ્યા છે યા સ્ટાફની છટણી કરવી પડી છે. કેટલાંય મિડિયા હાઉસે સ્ટાફ (એટલે પત્રકારો પણ)ની સેલેરી ડિસ્કાઉન્ટ કરી છે તો લેખકોની કોલમો બંધ થઈ છે (સપ્લીમેન્ટ યા પૂર્તિના કદ સંકોચી લેવામાં આવ્યાં છે !) યા રોયલ્ટી (પુરસ્કાર યા મહેનતાણું) ઘટાડવામાં આવી છે. સ્પષ્ટ છે કે અખબાર કે મેગેઝીન તેની એમઆરપી પર ખોટ જ કરતું હોય છે પણ એ ખોટ જાહેરખબરની રેવન્યુથી બેલેન્સ થતી આવી છે આજ સુધી પણ...

... હવે લોકડાઉન પછી રેવન્યુ પણ પંચોતેર ટકા જેટલી ઘટી ગઇ છે. હવે ઉકાળા કે ઇમ્યુનિટી બુસ્ટરની જાહેરાતો વધુ હોય છે અને ડોકટરો-મેડિકલ સ્ટોર- કરિયાણા સિવાય કોઈનો વેપાર પચાસ ટકા પણ નથી રહ્યો ત્યારે જાહેરાતોની આવક પણ તદન ઘટી ગઈ છે, જે ખરેખર તો મિડિયાનીઙ્ગ કરોડરજ્જુને ટટ્ટાર રાખતી હોય છે!

તમે જૂઓ કે લોકડાઉન પછી બધા પોતાની તકલીફોના ગાણાં ગાઇને સરકાર પાસેથી દરેક બાબતમાં રાહત માંગી અને મેળવી રહ્યાં છે ત્યારે...

સચ્ચાઇ એ છે કે કેન્દ્ર સરકાર કે ગુજરાત કે અન્ય રાજયોની એકપણ સરકારે મિડિયાને એકપણ પ્રકારની રાહત કે વિશેષ સુવિધા પણ નથી આપી !

એવું નથી કે પ્રિન્ટ, વિઝયુઅલ કે ડિજિટલ મિડિયાને પોતિકી સમસ્યાઓ નહોતી. હતી જ, કોરોના પછી તેમાં જંગી વધારો પણ થયો છે છતાં...

મિડિયાએ પોતાની તકલીફોને જાજમ નીચે દબાવીને પોતાને આવડે એવી પોતાની ફરજ બજાવી છે. એટલું જ નહીં, પોતાની પીડાની ઉપરવટ જઇને લોકોની વિવિધ સમસ્યાઓને સતત વાચા આપી છે અને આપતાં રહે છે !

આ નાનીસૂની વાત નથી. મિડિયા એ પણ પોતાની તૂટેલી કમર છતાં સરહદ પર દેશવાસીઓ માટે લડતાં સિપાહીની જેમ કામ કર્યું છે !

બસ, આ યાદ રાખો તો ય ઘણું, ભવિષ્ય ધુધળુ દેખાતું હોય ત્યારેય કલમના સિપાહીઓ અને સેનાપતિ જેવા માલિકોની આ હિંમત માટે એક સેલ્યૂટ તો બનતાં હૈ !

: આલેખન :

નરેશ શાહ

(સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(4:01 pm IST)