Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભુલી પડેલી બાળકીનું યુનિવર્સિટી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ એચસીજી હોસ્પીટલ પાસે પીઠડ આઇ ગેરેજ પાસેથી એક બાળકી યુનિવર્સિટી પોલીસને મળી આવી હતી. જેના વાલીવારસની તપાસ માટે પીઆઇ એ. એસ. ચાવડાએ ઇન્વે સ્ટાફના હેડકોન્સ.ભગીરથસિંહ જે.ખેર તથા પો.કોન્સ.લક્ષ્મણભાઇ એસ.મહાજન તથા પી.સી.આર.ના ઇન્ચાર્જ બ્રીજરાજસિંહ એસ.વાળા તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરાવી બાળાનું વાલી સાથે મિલન કરાવ્યું હતું. બાળકીનું નામ રાની ઉર્ફ આસ્થા (ઉ.વ.૩ાા) હતું. તેના માતાની માનસિક હાલત સ્વસ્થ ન હોઇ બાળકીનો કબ્જો માસી જયશ્રીબેન સોલંકી (રહે. રાધીકા રેસીડેન્સી, રેલનગર)ને સોંપાયો હતો. બાળકી રમતી રમતી ઘરેથી નીકળી જઇ ભુલી પડીને એચસીજી હોસ્પિટલ પાસે આવી ગઇ હતી. દિકરીને હેમખેમ જોઇ માતા-માસીએ પોલીસનો આભાર માન્યો હતો.

(3:01 pm IST)