Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

શાપર-વેરાવળ પાસે નાલા નીચે ત્યજી દેવાયેલ મૃત નવજાત બાળકી મળી

જન્મ છૂપાવવાને ઇરાદે બાળકીને ફેંકી દેનાર અજાણી સ્ત્રી સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧૮ :.. શાપર-વેરાવળ પાસે નાલા નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત બાળકી મળી આવતા ચકચાર જાગી છે.

શાપર-વેરાવળમાં વેરાવળ સાઇનીંગ ગેઇટ પાસે આવેલ નાલા નીચે મૃત નવજાત શિશુ પડયું હોવાની પોલીસને જાણ થતા શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ચુડાસમા તથા કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત નવજાત શિશુને હોસ્પીટલે ખસેડેલ.દરમિયાન શાપર-વેરાવળ પોલીસે મૃત નવજાત બાળકીને જન્મ છૂપાવવાને ઇરાદે ત્યજી દેનાર અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)