Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મેયર લાલઘુમઃ વરસતા વરસાદમાં ભાજપના કોર્પોરેટરો- અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે રહ્યા છેઃ કોંગ્રેસને જડબાતોડ જવાબ

રાજકોટઃ આજે મળેલ મનપાનાં જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી,  વશરામભાઇ સાગઠિયાએ સૌ  પ્રથમ હાલમાં અનરાધાર પડેલ વરસાદમાં ધોવાઇ ગયેલ રોડ-રસ્તાની કામગીરી અંગે ચર્ચા કરવા માંગણી કરી હતી ત્યારે મેયર પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર મનિષ રાડિયા, જયમીન ઠાકર,સુરેન્દ્ર સિંહ વાળા સહિતનાં શાસક પક્ષનાં નેતાએ બોર્ડમાં પ્રથમ ક્રમાંકે રહેલા આરોગ્યનાં પ્રશ્નોની ચર્ચા કરવા માંગ ઉઠાવી હતી. મેયર  પ્રદિપ ડવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપતા જણાવ્યુ હતુ કે, ગત સોમવારે પડેલ વરસાદમાં શાસક પક્ષનાં કોર્પરેટરો, મનપાનાં અધિકારોઓ, કર્મચારીઓ સતત ખડેપગે રહી વિસ્તારમાં સતત દોડતા રહ્યા છે. કોંગ્રેસને કાય બોલવાનો અધિકાર નથી. મેયર ઉગ્ર ભાષામાં આપેલ જવાબથી સમગ્ર સભાએ ટેબલ થપથપાવ્યા હતા.ઉપરોકત તસ્વીરમાં મેયર પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્ર સિંહ વાળા, વિપક્ષી નેતા ભાનુબેન, વશરામભાઇ સાગઠિયા, પુષ્કર પટેલ, મનિષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુકલ, પરેશ પિપળિયા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:37 pm IST)