Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મહંમદીબાગ સોસાયટીમાં અગાશીની સીડી પરથી પટકાતા મોઇનનું મોત

વરસાદના કારણે ઉતરવા જતા પગ લપસતા પટકાયો

રાજકોટ,તા. ૧૮ : ગોંડલ રોડ પર મહંમદી બાગ સોસાયટીમાં અગાશી પરથી પગથીયા ઉતરતી વખતે પગ લપસતા તરૂણનું માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલી મહંમદી બાગ સોસાયટી શેરી નં. ૧૨માં રહેતો મોઇન ઇમરાનભાઇ નાગોરી (ઉવ.૧૬) ગઇ કાલે પોતાના ઘરે અગાસી પર હતો. ત્યારે વરસાદ આવતા નીચે ઉતરતા જતા સીડી પરથી પગ લપસતા પડી જતા  તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અવાજ થતા પરિવારજનો દોડી આવ્યા હતા. અને મોઇનને તાકીદે સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહ કાર્યવાહી કરી હતી.

(3:44 pm IST)