Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા

કાલે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ રઘુવંશી બેડમીન્ટન અને ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ

વિજેતાઓને ટ્રોફી, દરેક ખેલાડીને બીએસએનએલનું કાર્ડ ફ્રી માં અપાશે

રાજકોટ,તા.૧૮:  રાજકોટ લોહાણા મહાજન પ્રેરણાસ્ત્રોત શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા કાલે તા.૧૯ રવિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ રીંગ રોડ ખાતે  ઓપન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રઘુવંશી બેડમિન્ટન અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ- ૨૦૨૧નું રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પાોબારૂનાં અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના નિયમો ફરજીયાત પાડવાના રહેશે તથા સંખ્યા  દ્વારા નકકી કરવામાં આવેલ ડ્રેસ કોડ- શુઝ તથા અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. વિવિધ કેટેગરીઓમાં વિજેતા થનાર તથા રનર્સ અપ થનાર. ખેલાડીઓને રનર્સઅપ ટ્રોફી વિજેતા ટ્રોફી તથા આકર્ષક- સર્ટીફિકેટ સંખ્યા દ્વારા  તથા પ્રભુદાસ એન્ડ કાું. રાજકોટ જીમ્મીભાઈ દક્ષિણી પરિવાર નર્મદાબેન પ્રભુદાસ દક્ષિણી મેમોરીયલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા સન્માનિત કરવામાં આવશે.કાર્યક્રમમાં સર્વશ્રી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, કમલેશભાઈ મીરાણી, નવીનભાઈ ઠકકર, યોગેશભાઈ પુજારા, રીટાબેન કોટક,  ડો.હિમાંશુભાઈ ઠકકર, ધવલભાઈ ખખ્ખર, નટુભાઈ કોટક, મીનાશ્રીબેન જીતેન્દ્રભાઈ દક્ષિણી, સુરેશભાઈ દક્ષિણી, જીમ્મીભાઈ દક્ષિણી, કિરીટભાઈ દક્ષિણી, નરેશભાઈ ઠકકર, દિનેશભાઈ કારીયા,  વિક્રમભાઈ પુજારા, મનીષભાઈ રાડીયાા, અનિલભાઈ પારેખ, વિરલભાઈ મજીડીયા, રોહનભાઈ તથા બીએસએનએલના જનરલ મેનેજર યોગેશકુમાર ભાસ્કર ઉપસ્થિત રહેશે.

સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને ઈનામો- સર્ટીફિકેટ ઉપરાંત બીએસએનએલ રાજકોટ તથા ફ્રેન્ચાઈઝી તરફથી ૪ જી સીમકાર્ડ ફ્રી ઉપરાંત ૨૪૯નો ટોક ટાઈમ રૂ.૫૦માં સાથે અનલીમીટેડ કોલીંગ દરરોજ ૨જીબી ડેટા, ૧૦૦ એસ.એમ.એસ. ફ્રિ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સંસ્થાના સર્વ હોદ્દેદારો યોગેશભાઈ જસાણી, ડો.નીતીન રાડીયા, અશોક હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૫૪૯૯૯), પ્રકાશભાઈ સુચક, પરેશભાઈ તન્ના, મીત રાચ્છ (મો.૮૮૬૬૮ ૮૭૯૧૦), કૌશિકભાઈ કારીયા, મનસુખભાઈ કોટેચા, અલ્પેશ માનસાતા, રાજેશ અઢીયા, જીમ્મીભાઈ દક્ષીણી, ડો.અજયકુમાર ઠકરાર, ભુપેન્દ્રભાઈ કોટક, પાર્થ જસાણી, સંજયભાઈ કકકડ, પ્રકાશભાઈ ઠકકર, ધ્રુવિલભાઈ જસાણી, પ્રશાંતભાઈ ખાળપાડા, જયેશભાઈ કોટક, વિરેન્દ્રભાઈ ચોલેરા, વિનોદભાઈ બુધ્ધદેવ, દિનેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગત માટે શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ- સાંગણવા ચોક રાજકોટ ફોન નં.૦૨૮૧- ૨૨૩૪૭૧૪ ઉપર સંપર્ક સાધવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:44 pm IST)