Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજકોટના કોલસાના વેપારી સાથેની લાખોની ઠગાઇના ગુનામાં ગાઝિયાબાદના શખ્શના આગોતરા જામીન રદ

રાજકોટ, તા.૧૮: રાજકોટના કોલસાના વેપારી સાથે થયેલ ૫૭ લાખ કરતાં વધુની છેતરપિંડીના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (ગાંધીગ્રામ-૨)માં જે.કે.ચોક ખાતે શ્રી શકિત એન્ટરપ્રાઇઝના નામે ઓફિસ ધરાવતા અને ઇમ્પોર્ટેડ કોલસાનો વ્યવસાય કરતાં જયરાજસિંહ જાડેજાએ યુ.પી. ગાજિયાબાદના પરવેશ ત્યાગી સામે ૫૭ લાખ ૯૫ હજારના ઠગાઇની ફરિયાદ નોંધાવેલ હતી. જેની સામે ધરપકડ ટાળવા આરોપી કે જે હાલ ગાજિયાબાદ, ઉત્તર પ્રદેશની જેલમાં અન્ય ગુનામાં બંધ હોય તેણે વકીલ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલ આગોતરા જામીન માટેની અરજી સેશન્સ કોર્ટએ રદ કરેલ છે.

ફરિયાદની વિગત જોઇએ તો જયરાજસિંહ શ્રી શકિત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા હોય ફરિયાદી રાજકોટ ખાતે ઉપર જણાવેલ સરનામે ઓફિસ ધરાવે છે. અને વ્યવસાય કરે છે. અને રાજકોટ ઓફિસથી જ આ પેઢીનું સંચાલન થાય છે. અને કોલનો વેપાર અને ડિલિવરી કરે છે આજથી અઢી વર્ષ પહેલા ઇન્ડિયા માટે નામાની એપ્લિકેશનના માધ્યમથી આ કામના આરોપીએ પરવેશ ત્યાગી જયરાજસિંહનો કોન્ટેકટ કરીને આરોપી પરવેસ ત્યાગી કે જે ગાજિયાબાદ ઉત્તરપ્રદેશનો વતની હોય તેમની ઓળખાણ થયેલ ત્યારબાદ આરોપી ફરીયાદીને રાજકોટ ખાતેની ઓફિસ એ મળવા આવેલ અને ફરીયાદી સાથે વેપાર ધંધો કરવાની વાત ચાલુ કરેલ હતી. અને પરવેશ ત્યાગીએ તેની પત્નિ નિધિ ત્યાગીના નામથી શિવ કોલ કોર્પોરેશન નામની પેઢી ચાલુ કરેલ હતી અને તેઓએ પેઢીના નામથી મટિરિયલ મોકલવા જણાવેલ હતું.

આ કામના આરોપીઓએ અમો ફરિયાદી પાસેથી વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦-૨૧માં ટોટલ અલગ અલગ તારીખે ૨,૨૮,૯૦,૪૫૭/ની ડિલિવરી સામે આરોપીઓએ બે વર્ષમાં ફરીયાદીને ૧,૭૦,૯૫,૦૦૦/ એક કરોડ સીંતેર લાખ પંચાણુ હજાર પૂરાની ચુકવણી કરેલ જેથી આ કામના આરોપી ફરીયાદીએ મોકલેલ મટિરિયલની ચુકવણી પેટે (૭,૮૯,૨૩૪ના લોજિસ્ટિક ચાર્જ સહિત) આ કામના આરોપીએ ફરિયાદીને ૫૭,૯૫,૪૫૭/ ચૂકવવાના બાકી રહે છે. પરંતુ હાલ આ આરોપીઓ ફરિયાદીએ પૈસા ના આપી બહાનાઓ બતાવી ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદીની બાકી નીકળતી રકમ ના ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ.

આ કામે પરવેશ ત્યાગી અન્ય ગુનામાં ઉત્તરપ્રદેશની જેલમાં હોય ત્યાથી પરવેશ ત્યાગીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. જે કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપભાઇ મહેતાની દલીલો અને મુ.ફરિયાદીના વકીલ કુલદીપસિંહ જાડેજાએ રજૂ કરેલ વાંધાઓ રજૂ કરતાં નામદાર કોર્ટએ અવલોકન કરેલ કે આરોપી આજ પ્રકારની મોડસ ઓપરંડીથી ગુનાઓ કરીને ચેક આપી એડ્રેસ ચેંજ કરી નાખતા હોય તેમજ હાલના આરોપીએ સુઓ મોટોથી જીએસટી પણ કેન્સલ કરી નાખેલ હોય જેથી આરોપીની દાનત પ્રથમથી જ પૈસા ના આપવાની હોય તેવુ લાગે છે જેથી હાલની જામીન અરજી નામંજૂર કરેલ છે.

આ કેસમાં સરકારી વકીલ શ્રી દિલિપભાઇ મહેતા અને મૂળ ફરિયાદી વતી વકીલ કુલદીપસિંહ બી જાડેજા, શિવરાજસિંહ ઝાલા, અશોક ચાંદપા, રવિરાજ પરમાર રોકાયેલ હતા.

(3:47 pm IST)