Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આહીર ચોક વિસ્તારમાંથી આઠ કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપીઓ જામીન પર

રાજકોટ,તા. ૧૮ : રાજકોટ શહેરના આરતી સોસાયટી સામે આહીર ચોકથી બાયપાસ રીંગ રોડ પાસે પકડાયેલ ૮.૦૦૪ કિલો ગાંજાના મોટા જથ્થા સાથે પકડાયેલ આરોપીઓ (૧) આકાશ ઉર્ફે લાલો રશીકભાઇ સાગઠીયા, (૨) અભિષેક ઉર્ફે જોન્ટી રમણીકભાઇ ખારેચા (૩) રજમીન ઉર્ફે રજાકભાઇ પતાણી રહે. રાજકોટવાળાઓને રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી તથા તેમનો પોલીસ સ્ટાફ તથા ૨૧/૬/૨૧ના રોજ સાંજે આશરે ૬ વાગ્યા આસપાસ શહેરના આરતી સોસાયટી પાસે બાયપાસ જવાના રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે તે સમય દરમ્યાન એક એકસેસ મોટર સાયકલ ચાલકની વર્તુણક શંકાસ્પદ લાગતા તે મોટરસાયકલ ચાલને રોકતા એક સ્કાય બેગ લખેલ થેલો ચેક કરતા તેમાંથી વનસ્પતિજન્ય બીજ સહિતના ચુકાયેલ પાંદડા તથા ડાળખાવાળો પદાર્થ ભરેલ હોય, જે પોલીસ સ્ટાફના માણસોને સુંઘાડી ખાત્રી કરતા તે ગાંજો હોય અને તેનું વજન કાંટા પર વજન કરતા ૮.૦૦૪ કીલો હોય જેથી ભકિતનગર પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આરોપીઓની સામે એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

આ કામના ત્રણેય અરજદાર/આરોપીઓની ધરપકડ કરતા તેને એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી મારફત રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ કામના અરજદાર/ આરોપીઓના એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખીને તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇને તેમજ એ.પી.પી.શ્રીની દલીલો ધ્યાને લઇને ત્રણેય આરોપીઓને રૂ.૨૫,૦૦૦ ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો સેસન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

આ કામના ત્રણેય અરજદાર/ આરોપીઓ તરફે રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણી તથા વૈભવ બી.કુંડલીયા રોકાયેલ હતા.

(3:48 pm IST)