Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પોલીસે ફીલ્મી ઢબે પીછો કરતાં કાર કાદવમાં ફસાઇઃ ચાલક ભાગ્યોઃ કાર અંદરથી ૪૨ હજારનો દારૂ મળ્યો

ભકિતનગરના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કોન્સ. રણજીતસિંહ જાડેજાની બાતમીઃ કોઠારીયા રીંગ રોડ આજી નદીના કાઠે દરગાહ પાસે કાર રેઢી મુકી ચાલક છનનન

રાજકોટ તા. ૧૮: ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી જુગાર તેમજ દારૂના કેસો શોધી કાર્યવાહી કરવા મળેલી સૂચના અંતર્ગત ભકિતનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા કોન્સ. રણજીતસિંહ જાડેજાને કોઠારીયા રીંગ રોડ બોલબાલા રોડના છેડે એક આઇ-૨૦ કાર ઇગ્લીશ દારૂ ભરીને નીકળવાની છે તેવી બાતમી મળતા વોચ રાખવામાં આવતા બાતમી મુજબની કાર નીકળતા અટકાવવા પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કોઠારીયા રીંગ રોડ નદી કાંઠે દરગાહ નજીક કાર કાદવમાં ફસાઇ જતાં ચાલક ઉતરીને કાર મુકી ભાગી ગયો હતો. કારમાંથી રૂ. ૪૨ હજારનો ૮૪ બોટલ દારૂ મળતાં તે તથા જીજે૦૧એચએકસ-૬૫૦૫ નંબરની ૩ લાખની કાર મળી રૂ. ૩,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એચ.એલ.રાઠોડની સૂચના અને પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરીમાં આ કામગીરીમાં પીએસઆઇ આર.જે.કામળીયા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ ગઢવી, હીતેન્દ્રસિંહ ઝાલા, મૈસુરભાઇ કુંભારવાડીયા, વિશાલભાઇ દવે અને અરવિંદભાઇ ફતેપરાએ કરી હતી. કાર નંબરને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 

(3:54 pm IST)