Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જનરલ બોર્ડમાં ખાદ્યપદાર્થોનાં ચેકીંગની કામગીરી બાબતે તંત્ર પર તુટી પડતાં ભાજપ કોર્પોરેટરો

વોર્ડ નં.૬નાં ભાજપનાં કોર્પોરેટર પરેશ પિપળિયાનાં ફુડની કામગીરીનાં પ્રશ્ને પેટા પ્રશ્નનો ધોધઃ છેલ્લા ત્રણ વર્ષમાં ફુડના ૮૮૭ નમૂના લેવાયાઃ ૧૩૪ નાપાસઃ બોર્ડમાં વિગતો આપતા મ્યુ.કમિશ્નર અમિત અરોરા

રાજકોટ તા. ૧૮ :..  મ.ન.પા.માં આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપનાં કોર્પોરેટરોએ શહેરમાં આરોગ્ય શાખાનાં ફુડ ઇન્સ્પેકટરો દ્વારા ખાદ્ય પદાર્થોનાં ચેકીંગ, નમુનાઓ લેવા ત્થા નાશ કરવાની કાર્યવાહી બાબતનાં પ્રશ્નો અને પેટા પ્રશ્નોની ઝડી અધિકારીઓ ઉપર વરસાવી હતી. જો કે મ્યુ. કમિશનર અમિત અરોરાએ પણ અધિકારીઓ દ્વારા થઇ રહેલી કામગીરી અંગેની વિગતો રજૂ કરી સંતોષકારક જવાબો આપ્યા હતાં.

આજે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવની અધ્યક્ષતા યોજાયુ હતુ. આ બોર્ડમાં ં ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ મળી કુલ ૧૮ કોર્પોરેટરોએ  વેકિસનેશન, ફૂડના નમુનાની કામગીરી, કોરાોનાની ૩જી લહેરમાં તંત્રનું આગોતરૂ આયોજન, બ્રિજની કામગીરી સહિતનાં કુલ ૪૦ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા.

સૌ પ્રથમ વોર્ડ નં.૬નાં ભાજપનાં કોર્પોરેટર પરેશ પીપળીયાએ છેલ્લા એક વર્ષમાં ફુડ શાખાએ કરેલ કામગીર અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. આ પ્રશ્નનાં જવાબમાં મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ફુડ શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં ીવવિધ ફુડનાં ૯૨નમૂના લેવામાં આવ્યા છે. જેમાં ૩૪ પાસ , ૯ નાપાસ અને ૪૯ અંગે નિર્ણય આવ્યો નથી તેમજ ફુડ શાખાનાં નિયમો અને દંડની કામગીરનો વિસ્તૃત જવાબ આપ્યો હતો.  આ પ્રશ્નની ચર્ચા દરમિયાન કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડયા, પ્રિતીબેન દોશી, મનિષ રાડિયા, નીલેશ જલુ, અશ્વિન પાંભર, જયોત્સનાબેન ટીલાળા, નીતીન રામાણી સહિતનાં કોર્પોરેટરોએ ફુડ શાખાને લગતા વિવિધ પેટા પ્રશ્નો અને  જરૂરી સુચનો કર્યા હતા.

કોણે-કોણે પેટા પ્રશ્નો કર્યા

* મનિષ રાડિયા

* ડો. દર્શનાબેન પંડયા

* પ્રિતીબેન દોશી

* નીલેશ જલુ

* અશ્વિન પાંભર

* જયોત્સનાબેન ટીલાળા

* વિનુ ધવા

* નીતિન રામાણી

(4:09 pm IST)