Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજકોટમાં કોર્પોરેશન કચેરીમાં એક વ્‍યક્‍તિ 1800 રૂપિયાના ચલણી સિક્કા લઇને વેરો ભરવા આવતા મનપાએ સ્‍વીકારવાની ના પાડી દીધી

10 રૂપિયાના સિક્કા ટેબલ ઉપર નાખ્‍યા

રાજકોટઃ રાજકોટમાં મનપામાં વેરો ભરવા મામતે બબાલ સામે આવી છે આપને જાણને નવાઈ લાગશે તે મનપામાં એક વ્યક્તિ 1800 રૂપિયાના ચલણી સિક્કા લઈને વેરો ભરવા પહોંચ્યો હતો પરતું આ સિક્કાઓ મનપા દ્વારા ન સ્વિકારવામાં આવતા વેરો ભરવા માટે આવલ વ્યક્તિ રોષ ભરાયો હતો.

વેરા શાખાએ સિક્કા ન સ્વિકાર્યા

 મહત્વનું છે કે આ વ્યક્તિ પોતાને મંદિરનો પૂજારી હોવાનું જણાવે છે જે 1 રૂપિયાથી લઈને 2 રૂપિયા 5 અને 10 રૂપિયાના સિક્કાઓ લઈ મનપાની વેરાશાખામાં વેરો ભરવા માટે પહોંચ્યો હતો પરતું વેરા વિભાગ દ્વારા આ સિક્કાઓ ન સ્વિકારવામાં આવતા મંદિરના પૂજારીએ આ સિક્કાઓને મનપાના ટેબલ પર નાખ્યા હતા.

 1800 રૂપિયાના સિક્કા મનપાએ ન સ્વિકાર્યા

 અહી ઉલ્લેખનિય છે કે હાલ રાજ્યમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે મંદિરના આ પૂજારી દ્વારા મોંઘવારીના વિરોધમાં ચલણી સિક્કાઓ લઈને મનપામાં વેરો ભરવા પહોંચ્યો હતો જ્યાં બબાલ સર્જાઈ હતી. જોકે મનપા દ્વારા સિક્કાઓમાં વેરો ન સ્વિકારવામાં આવતા પૂજારીએ આ સિક્કાઓને મનપાના ટેબલ પર નાખ્યા હતા.

 

(6:12 pm IST)