Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મેઘમાયા નગરમાં મુકેશભાઇએ મગજ ભમતો હોવાથી ફાંસો ખાધો

પુત્ર જોઇ જતાં જીવ બચાવી લીધોઃ સારવારમાં

રાજકોટ તા. ૧૮: નાના મવા રોડ મેઘમાયાનગર-૩માં રહેતાં મુકેશભાઇ કેશુભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૩)એ સાંજે ઘરમાં દરવાજો બંધ કરી દોરડુ છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પુત્ર જોઇ જતાં તુરત જ નીચે ઉતારી લઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

મુકેશભાઇ પાંચ ભાઇમાં બીજા નંબરે છે. તે અગાઉ ફાયર બ્રિગેડમાં એમ્‍બ્‍યુલન્‍સની સાફ સફાઇનું છુટક કામ કરતાં હતાં. હાલમાં કામે જતાં નથી. મગજ ભમતો હોવાથી આમ કર્યાનું તેના સ્‍વજને જણાવ્‍યું હતું.

(11:38 am IST)