Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મોબાઇલમાં આઇડી પર જૂગાર રમતાં ચાર અને દારૂ સાથે બે તથા એક સપ્લાયર મળી ૭ પકડાયા

કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે, પાણીના ઘોડા પાસે,ગોંડલ રોડ, સોમનાથ સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચના દરોડા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમની કામગીરીઓ

રાજકોટ તા. ૧૮: શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે બે દિવસમાં મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમવાના ત્રણ ગુના પકડી લઇ તેમજ વિદેશી દારૂના બે કેસ કરી કુલ ૭ આરોપીઓને પકડી લીધા છે.

કોઠારીયા મેઇન રોડ નીલકંઠ સીનેમા પાસે ગેલેકસી પાન સામે મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતાં અલ્તાફ ઉર્ફે મામો રાણાભાઇ રાઉમા  (ધંધો.ઇમીટેશન રહે.ભગવતી સોસાયટી શેરી નં.૨ સીદિકી મસ્જીદ પાછળ દુધસાગર રોડ) તથા ચીરાગ ઉર્ફે લાલો ભરતભાઇ પોપટ (ધંધો વેપાર ભરત ટી-સેન્ટર ભગીરથ સોસાયટી  નંદુ બાગ પાસે સંત કબીર રોડ)ને પકડી રોકડ મોબાઈલ ફોન મળી ૨૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારની અલ્તાફને જૂગારની આઇડી ચિરાગે આપી હતી. આ બંને અગાઉ પણ જુગારમાં પકડાયા હતા.

અન્ય દરોડામાં પણ નિલકંઠ સિનેમા ગેલેકસી પાન પાસેથી તનજીમ રહીમભાઇ સાંધ (ઉ.વ.ર૧-ધંધો જુના ઇમીટેશનના દાગીના લે વેચ કરવાનો રહે.દૂધ સાગર રોડ ભગવતી સોસાયટી શેરી નં.૪)ને આઇડી પર જૂગાર રમતો પકડી લેવાયો હતો. તેની પાસેથી રોકડા રૂપીયા ૧૭૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપીયા ૧૬,૭૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો. તેને આઈડી પરવેઝ નામના શખ્સે આપી હોઇ શોધખોળ થઇ રહી છે.

ત્રીજો દરોડો પેડક રોડ પાણીના ઘોડા પાસે ખોડીયાર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોર જલારામ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં પાડી રાજ પંકજભાઇ ચૌહાણ (ઉ.વ.રર ધંધો. નોકરી રહે આર્યનગર શેરી નં.૧૫ સંત કબીર રોડ)ને મોબાઇલ ફોનમાં માસ્ટર આઇડીમાં જુગાર રમતો પકડી લઇ રૂ. ૨૫૦૦ રોકડા અને મોબાઇલ ફોન મળી રૂ. ૩૫૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

જ્યારે વિદેશી દારૂના બે દરોડામાં  કોઠારીયા રોડ સોમનાથ સોસાયટીમાં પરબ મોબાઇલની દુકાનમાં દરોડો પાડી મયુર ભુપતભાઇ સોજીત્રા (ઉ.વ.૨, ધંધો- મોબાઇલની દુકાન રહે. કોઠારીયા રોડ, ગોવિંદ ગ્રીન સીટી, શેરી નં.-૧)ને અલગ અલગ બ્રાન્ડના રૂ. ૧૦,૩૦૦ના  દારૂ સાથે પકડી લેવાયો હતો. મયુરને આ દારૂ આપનાર આશિષ ઉર્ફ રાજ જીતેશભાઇ ઉર્ફ જીતુભાઇ સુચક (ઉ.૨૩-રહે. સાઇબાબા સર્કલ પાસે આસોપાલવ એપાર્ટમેન્ટ પાછળ ઘનશ્યામનગર)ને પકડી લઇ તેની પાસેથી ટુવ્હીલર અને ફોન મળી સાંઇઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઉપરાંત રાજકોટ ગોંડલ હાઇવે શિવ હોટેલ પાસે સર્વિસ રોડ પરથી મથુર નાનજીભાઇ બાલધા (ઉ.વ.૩૯, ધંધો- ફેન્સીંગ વાયરનું કારખાન, રહે.જયોતિનગરની અંદર ઘનશ્યામનગર ક્રિસ્ટલ મોલની બાજુમાં)ને રૂ.૧૭,૪૦૦ના સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કીની તથા મેજીક મોમેન્ટ વોડકા ઓરેન્જ ફલેવરની  બોટલો સાથે પકડી લેવાયો હતો. મથુરને પણ દારૂ આશિષ ઉર્ફે રાજ જીતેશભાઇ ઉર્ફે જીતુભાઇ સુચકે આપ્યાનું ખુલ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના તથા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ આ તમામ કામગીરીઓ ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઆઇ  વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા તથા જયદિપસિંહ બોરાણા સહિતે કરી હતી. આ દરોડાઓમાં રાજદિપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, જયદિપસિંહ, કુલદિપસિંહ, સ્નેહભાઇની બાતમીઓ પરથી આ તમામ દરોડાની કાર્યવાહી થઇ હતી. 

(1:03 pm IST)