Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શરદપુનમના દિવસે લેવા માટેની દમ (અસ્થમા) શ્વાસ માટેની આયુર્વેદીક ઔષધીનું રાહતદરે વિતરણ

ખીર અને મિશ્રીત ઔષધીઓ લેવાથી દર્દીઓને ફાયદો થાય, રોગપ્રતિકારક શકિત પણ વધે

રાજકોટઃ દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઈ શુકલ સ્મૃતિ વંદના અંતર્ગત આગામી શરદપૂનમના દિવસે લેવા માટેની દમ (અસ્થમા) શ્વાસ માટેની આયુર્વેદિક ઔષધીનું રાહતદરે વિતરણ કાર્ય શરૂ થઈ ગયેલ છે. શ્વાસ - દમ (અસ્થમા) એ ઘણો જુનો રોગ છે. આયુર્વેદમાં પણ આ રોગનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રોગ પ્રાણને પણ પીડા આપનારો છે - શ્વાસના કુલ-પ પ્રકારનું આયુર્વેદીક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે.  ૧- મહાશ્વાસ, ૨ - ઉધ્વશ્વાસ, ૩- છિન્નીશ્વાસ, ૪-તમક શ્વાસ, પ- ક્ષુદ્રશ્વાસ.

 આ રોગને નાબુદ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. ઋતુઓનો સંધીકાળ (બે ઋતુઓ વચ્ચેનો ગાળો) આહાર વિહારમાં પરિવર્તન, ફેરફાર-ધૂળ-ધુમાડો આ રોગને વધારવામાં કારણભૂત બને છે. ચોક્કસ નિદાન પરેજી અને યોગ્ય સારવારથી દર્દીને રાહત આપી શકાય છે દરેક પ્રકારની ખુબજ કાળજી લેવાથી સંભવતઃ મટાડી શકાય છે.

 શરદપૂર્ણીમાના દિવસે રાત્રે ચંદ્ર કિરણોમાં મુકેલી ખીર અને ચોક્કસ પ્રકારની શાસ્ત્રોક-ઔષધીઓનું મિશ્રણ કરેલી ઔષધી લેવાથી ઘણા દર્દીઓને ફાયદો થયો છે રાહત મળી છે એવું તારણ થયેલ છે. જેથી બહોળી સંખ્યામાં દ૨ વર્ષે દર્દી ભાઈ-બહેનો શરદપૂર્ણીમાનાં દિવસે ઉપરોકત ઔષધીના સેવનથી રોગપ્રતિકારક શકિત વધે છે જેથી વર્ષ દરમિયાન શ્વાસની તકલીફ રહેતી નથી તેવુ દર્દીઓ દ્વારા અમોને અભિપ્રાય પ્રાપ્ત થયેલ છે. તેમ દંત વૈદ્ય પુનિત શુકલએ યાદીમાં જણાવેલ છે.

 ઉપરોકત દમની ઔષધી રતનપર - 'પુનીતધામ' ખાતે તેમજ પૂજા સ્ટોર્સ, ખાદીભવન, એ ડીવીઝન સામેથી શરદપૂર્ણીમાના દિવસ સુધી મળી શકશે જેનો લાભ લેવા વિનંતી કરાઇ છે.  દમયજ્ઞને સફળ બનાવવા વૈધશ્રી જી. એમ. મજીઠિયા, શ્રી પ્રવિણભાઈ વસાણી,  ડો. સિધ્ધાર્થભાઇ શુકલ, તેમજ દંતવૈદ્ય પુનીત શુકલએ જહેમત ઉઠાવેલ છે.  વધુ માહિતી માટે મો.૯૮૨૫૨ ૮૩૮૭૭, ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:46 pm IST)