Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જડુસ ચોકડીએ બ્રિજના કામની ગતિ વધારો : અમિત અરોરાનો ખોંખારો

શહેરના મુખ્ય રાજમાર્ગો પર પેચવર્કનું કામ પૂર્ણ થતા હવે શેરીઓમાં ઝુંબેશ રૂપે : કેકેવી બ્રિજ અને જડુસ બ્રિજ, લક્ષ્મીનગર વિસ્તારમાં પેચવર્ક સહિતની કામગીરીની મુલાકાત લેતા મેયર અને મ્યુ. કમિશ્નર

રાજકોટ,તા. ૧૮ : શહેરમાં કાલાવડ રોડ પરના કેકેવી અને જડુસ બ્રિજ તથા વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર શાકમાર્કેટવાળા રોડ રસ્તા પર ચાલુ ડામર પેચની કામગીરી સહિતની મેયર પ્રદિપ ડવ તથા મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ મુલાકાત લઇ કામગીરી ઝડપી બાબતે તાકિદ કરી હતી.

આ અંગે મ.ન.પા. તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરની જનતાને વધુ સારી સુવિધા અને ટ્રાફિકની સમસ્યામાંથી નિવારણ મળે તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે જે સમયસર કામગીરી પૂર્ણ કરી લોકોની સેવામાં ઉપયોગી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજની કામગીરી દિવસરાત કરવામાં આવે છે. આજે મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુસ હોટલ પાસેના બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર શાકમાર્કેટવાળા રોડ પર ચાલતી ડામર પેચની કામગીરી પણ નિહાળી હતી.

મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે લોકોને ઓછામાં ઓછી અડચણ થાય તે મુજબનું ડાયવર્ઝન કરવું, સર્વિસ રોડને શકય બને વહેલીતકે ચાલુ કરવો, બંને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકોને વહેલીતકે સુવિધા પ્રાપ્ત થાય. કામગીરીની ગુણવત્ત્।ા જળવાઈ રહે તેની કાળજી રાખવી. બંને બ્રિજ ખાતે દિવસરાત ૨૪*૭ કલાક કામગીરી ચાલુ રાખવા સુચના આપી હતી.

આજની મુલાકાત દરમ્યાન કેકેવી બ્રિજ ખાતે ગર્ડરની કામગીરી તાત્કાલિક ચાલુ કરવા, નડતરરૂપ પાણીની લાઈન શિફ્ટ કરવા અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ જડુસ બ્રિજ ખાતે સ્લેબની કામગીરી ચાલુ કરવા તેમજ સર્વિસ રોડ પર પેચ વર્ક શરૂ કરવાની મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી.

શહેરમાં વિવિધ ઝોનના વોર્ડમાં ડામર પેચની કામગીરી હાલ ચાલુ છે જેમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૭ વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧, ૮, ૧૦, ૧૧, ૧૨ અને ઈસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૮માં કામગીરી કરવામાં આવી રહી છે.

વિઝીટમાં મેયર અને મ્યુનિ. કમિશનર સાથે સિટી એન્જી. એચ. યુ. દોઢિયા. કે.એસ.ગોહેલ, પી.એ. (ટેક) ટુ રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. કુંતેશ મહેતા અને ગૌતમ જોષી ઉપસ્થિત રહ્યા હતા. 

(3:46 pm IST)