Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

દીપોત્સવી તહેવારો અંતર્ગત કટોકટી સમયે જ્વેલર્સ એક બટન દબાવતા જ પોલીસ તુરંત દોડી આવશે

૧૪ વર્ષની કાવ્યા ચૌધરીનું સ્વપ્ન સાકાર, વોટસએપને ટક્કર, સુરક્ષા સુવિધાનો સર્કલ એપમા સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહ ડો. હેમા શાહ દ્વારા ઉમેરો બિલ્ડરો માટે પણ સુવિધા, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, જાણીતા સિંગર દીપ શિખાજી ચૌધરી સહિતની ઉપસ્થિત સેલિબ્રિટી નવી સુવિધાથી મંત્ર મુગ્ધઃ ગ્રામ્ય લોકો માટે પોતાના અને પશુઓ માટે આરોગ્ય સેવા શરૂ થશે

રાજકોટ તા.૧૮, વોટ્સએપનો મુકાબલો કરવા માટે જેનો ખાસ આવિષ્કાર કરવા સાથે નવ નિર્મિત સર્કલએપ વોટ્સએપને ટક્કર મારે તેવી મેટ્રો શહેર,નાના મોટા શહેરથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખરા અર્થમાં ઉપયોગી બને તે માટે ૧૪ વર્ષની કાવ્યા ચૌધરી દ્વારા કરવામાં આવેલ સૂચનોનો અંતે અમલ કરવામાં આવ્યો છે તેમ જાણીતા સાયન્ટિસ્ટ ડો.રાગેશ   શાહ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ડો. રાગેશ શાહ દ્વારા વિશેષમાં જણાવાયેલ કે દીપોત્સવી તહેવારો અંતર્ગત સોના ચાંદીના દાગીના વેચતા લોકોને ત્યાં આડા દિવસો કરતા ઘરાકી ખૂબ વધુ નીકળવા સાથે નાણાકીય લેવડ દેવડ વિશેષ રહેતી હોવાનું ગુનેગારો પણ જાણતા હોવાથી આવું જોખમ ટાળવા માટે સર્કલ એપ કે જે ઉચ્ચ પોલિસ અધિકારીઓના સહયોગથી વિવિધ પોલીસ મથક સાથે જોડાયેલ છે તેવી સર્કલ એપ જ્વેલર્સ ડાઉન લોડ કરે તે  માટેનો ખાસ સમારોહ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી સહિતના અધિકારીઓ તથા યુટયુબ પર જેના ગીતો ખુબ લોકપ્રિય બની રહ્યા છે તેવા દીપ શિખાજી સહિતની સેલિબ્રિટી ઉપસ્થિત રહેલ.બિલ્ડરો માટે પણ સુરક્ષા એપ્ ની અમલવારી કરવામાં આવેલ.આ પ્રસંગે લોક ઉપયોગી સેવાઓ ઉમેરવાનું સૂચન કરી ચાર ચાંદ લગાડનાર કાવ્યા ચોધરી તથા ડો. હેમા શાહ પણ ઉપસ્થિત રહેલ.

(3:52 pm IST)