Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સગીરાના અપહરણના ગુનામાં ચાર માસથી ફરાર યુપીનો સોનુ પકડાયો

યુપીના શખ્સને લોધીકા પોલીસે દબોચ્યો

રાજકોટ તા. ૧૮ :.. ઉત્તર પ્રદેશની સગીરાના અપહરણના ગુનામાં ચાર માસથી ફરાર યુપીના શખ્સને લોધીકા પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રૂરલ એસ. પી. બલરામ મીણાએ સુચના આપતા લોધીકા પોલીસ મથકના એએસઆઇ એચ. આર. જાડેજા, કોન્સ. હરેશભાઇ સોરાણી તથા લકકીરાજસિંહ જાડેજાને બાતમી મળતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ફાફામઉ પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા સોનુ લાલજીભાઇ ગૌતમ (ઉ.રપ) (રહે. બારીસોરામ ગામ જી. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પીએસઆઇ કે. કે. જાડેજા, એ. એસ. આઇ. હરદીપસિંહ, કોન્સ. હરેશભાઇ, લકકીરાજસિંહ તથા કોન્સ. ઇલાબેન મેત્રા દ્વારા કરવામાં આવી હતી. 

(3:55 pm IST)