Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બળાત્કારના ગુનામાં ફરાર સુરતના ગોૈતમને રાજકોટ મહિલા પોલીસે ફિલ્મી ઢબે પકડ્યો

સુરતથી તે બસમાં બેસી નીકળી જતાં પીછો કરી ભરૂચ પાસેથી પકડી લેવાયોઃ પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ એચ. પી. ગઢવીની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરની એક કોલેજીયન છાત્રા સાથે સોશિયલ મિડીયાથી સંપર્કમાં આવ્યા બાદ પોતે કુંવારો છે તેવી વાતો કરી તેણીને ફસાવી બાદમાં રાજકોટ તેમજ સુરત સહિતના અલગ અલગ સ્થળોએ હોટેલો, ગેસ્ટહાઉસમાં લઇ જઇ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગુનામાં ફરાર મુળ અમેરલીના ઢાકલા ગામના હાલ સુરત વરાછામાં ભગીરથ સોસાયટી પાસે પરિમલ સોસાયટી-૧માં રહેતાં ગોૈતમ મેરામભાઇ ગરણીયાને રાજકોટ મહિલા પોલીસની ટીમે સુરતથી ખાનગી બસનો ભરૂચ સુધી ફિલ્મી ઢબે પીછો કરી પકડી લઇ એસસીએસટી સેલના એસીપીશ્રી તપાસ કરતાં હોઇ તેમની ટીમને સોંપ્યો છે.

ગોૈતમ વિરૂધ્ધ રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩૭૬(૨)(એન) તેમજ એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ગૈાતમ ગરણીયા ગુનો નોંધાત ફરાર થઇ ગયો હતો. તે સુરત આવ્યાની માહિતી મળતાં રાજકોટથી મહિલા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પણ તપાસ કરતાં તે સુરતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી નીકળી ગયાની જાણ થતાં એ બસને શોધવા રાજકોટ પોલીસે ફિલ્મી ઢબે દોડધામ કરી હતી. અંતે ભરૂચના નબીપુર ગામ પાસે કનૈયા હોટેલ પાસેથી ગોૈતમને બસમાંથી પકડી લઇ રાજકોટ એસસીએસટી સેલના એસીપીશ્રીને સોંપ્યો હતો. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી મહિલા સેલ આર.એસ.બારીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામગીરી પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ એચ. પી. ગઢવી, કોન્સ. હસમુખભાઇ બાલધા, દિવ્યાબેન જોષી તથા સુરત વરાછાના હેડકોન્સ. વિકાસભાઇ મધુકરએ કરી હતી. 

(3:56 pm IST)