Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

એમપીમાં પોલીસ પર હુમલો કરી ૪ વર્ષથી ફરાર કાલુને આજીડેમ પોલીસે દબોચ્યો

ગઢકા ગામે ખેત મજૂરી બનીને રહેતો હતોઃ પીઆઇ વી.જે. ચાવડા, પીએસઆઇ વાઘેલા, પીએસઆઇ વાળાની ટીમે પકડ્યો

રાજકોટ તા. ૧૮: મધ્યપ્રદેશના અલીરાજપુરના જોબટ તાબેન જુવારી ગામના કાલુ બુધુભાઇ ભીલ (ઉ.૪૦-રહે. હાલ ગઢકા ગામની સીમ રાજકોટ)ને ચાર વર્ષ પહેલાના મધ્યપ્રદેશના ઉદયગઢ પોલીસ સ્ટેશનના પોલીસ પર હુમલાના ગુનામાં ફરાર હોઇ આજીડેમ પોલીસે ગઢકાથી પકડી લઇ મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યો છે. ઉદયગઢ પોલીસે ૨૦૧૭માં  જુવારી ગામે દરોડો પાડી દારૂની ૪૩ પેટી સાથે કાલુ ભીલને પકડ્યો હતો. એ ગુનામાં જામીન પર છુટ્યા પછી ઉદયગઢ પોલીસ સ્ટેશનના કર્મચારી કોન્સ. માનસિંગ ધનજી ભુરીયાએ દારૂની બાતમી આપ્યાની શંકા રાખી તેના પર હુમલો કર્યો હતો. જે તે વખતે બીજા ત્રણ પકડાઇ ગયા હતાં. કાલુ ત્યારથી સતત ફરાર હતો. હાલ ગઢકા ગામે ખેત મજૂર બનીને રહેતો હોઇ ડીસીપી પ્રવિણકુમાર મિણા, એસીપી એચ. એલ. રાઠોડની સૂચના મુજબ પીઆઇ વી.જે.ચાવડા, પીએસઆઇ જી.એન.વાઘેલા, પીએસઆઇ એમ.ડી.વાળા, એએસઆઈ વાય.ડી.ભગત, હેડકોન્સ.ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, સંજયભાઇ જળુ, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ તેને પકડી લીધો હતો. 

(3:57 pm IST)