Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શ્રી નવદુર્ગા ગરબી મંડળ :

શહેરના કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ પર છેલ્લા ૧૮ વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળ શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રીની ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૬૦ બાળાઓએ મહિમાસૂર વધ રાસ, ખોડિયાર માનો રાસ, દેશભકિત રાસ સહિત અનેક રાસ રજૂ કર્યા હતા. આ વર્ષે સ્ટેજ ઉપર ગ્રામ્ય વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા. ગરબી મંડળમાં જયભાઇ કુકરવાડિયા, ભગવાનજીભાઇ ડાભી, રસીકભાઇ, જેન્તીભાઇ, અંજુબેન, રાજુભાઇ, દિલીપભાઇ જીવાણી, નિતીનભાઇ પ્રજાપતિ, હરેશભાઇ ભાગીયા, રઘુભાઇ લુણાગરિયા, હર્ષદભાઇ પીપળીયા, કોરિયોગ્રાફર શામજીભાઇ કણોતરા, ભગવાનજીભાઇ વેકરીયા, કિશોરભાઇ રંગાણી, સંજયભાઇ વિરાણી, મહેશભાઇ વેકરીયા, દિલીપભાઇ જીવાણી, મહેશભાઇ વેકરીયા તેમજ સમગ્ર ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ રાજકોટના સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:59 pm IST)