Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જીવનનગરમાં પ્રાચીન ગરબીનું સમાપન :

જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી મહોત્સવનું આયોજન રૈયારોડ, જીવનનગર ખાતે કરાયુ હતુ. સતત ૪૦ માં વર્ષે યોજાયેલ આ ગરબીમાં નાની મોટી બાળાઓએ દરરોજ અવનવા રસ રજુ કરી શકિત આરાધના કરી હતી. ગાયકવૃંદમાં જીગીષાબેન રાવલ અને નીકુંજ ઉપાધ્યાયની ટીમે સેવા આપેલ. અંતિમ દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, ભારતીબેન રાવલ, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડયા અને મહીલા મંડળના બહેનોએ જહેમત ઉઠાવી હતી. સમાપન દિવસે બાળાઓને સોનાની બુટીની લ્હાણી કરવામાં આવેલ. સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ નવીનભાઇ પુરોહીત, વિનોદરાય જે. ભટ્ટ, કેતનભાઇ મકવાણા, પાર્થ ગોહેલ, વિનુભાઇ ઉપાધ્યાય, વિવેક રાવલ, અંકલેશ ગોહીલ સહીતનાની મહેનત સફળ રહેલ. 

(4:00 pm IST)