Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મંગળથી ગુરૂ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઇદે મિલાદ-શરદપૂર્ણિમાં ઉત્સવ - સંતવાણી

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા ૩૬ વર્ષથી નિયમીત ઉત્સવો ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી ત્રણ દિવસોના કાર્યક્રમની રૂપરેખા આ મુજબ છે. કાલે તા.૧૯ને મંગળવારના રોજ ઇદે મિલાદ નિમિતે સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન સુફીધ્યાન-સંધ્યા ધ્યાન.

તા.૨૦ને બુધવારના રોજ શરદપૂર્ણિમાં નિમિતે સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન શરદ પૂર્ણિમાં કિર્તન ઉત્સવ સંધ્યા ધ્યાન.

આગામી તા.૨૧ને ગુરૂવારના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યાથી રાત્રીના ૧૧ સુધી સંતવાણીના કાર્યક્રમનું આયોજન ભજનીક શ્રી બકુલભાઇ ટીલાવત તથા તેના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સંતો-મહંતોની રચના રજુ કરી સાધકોને ભકિત ભાવમાં રસલીન કરશે.ઉપરોકત ત્રિ-દિવસીયના કાર્યક્રમનું આયોજન ઓશો ઇનર સર્કલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા ધ્યાન પ્રેમી તથા ભજનપ્રેમીઓને નિમંત્રણ અપાયું છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪ વૈદ્યવાડી રાજકોટ

વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:02 pm IST)