Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બાંધકામ સાઇટ - ઇન્ડસ્ટ્રીઝ સહિતના ૧૨૮૧ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ : ૬૦ હજારનો દંડ

રાજકોટ તા. ૧૮ : મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૧ થી તા.૧૭ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૮૮,૭૪૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭,૩૬૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ઘ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૮૫૯ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.  મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ તથા ઇન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૧૨૮૧ આસામીને નોટીસ આપી રૂ.૫૯,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

(4:55 pm IST)