Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

કુવાડવા રોડ પર કારની ઠોકરે ટુવ્હીલર ચડતાં પટેલ વૃધ્ધ ગોબરભાઇ ઢોલરીયાનું મોત

રાજકોટ : કુવાડવા રોડ પર શિવ ઓટો મોબાઇલ સામે બેસતા વર્ષની સવારે હોન્ડા સીટી કારની ઠોકરે ઇ-વ્હીકલ ચડી જતાં તેના ચાલક કુવાડવા રોડ ડી માર્ટ પાછળ વૃંદાવન સોસાયટી-૩માં રહેતાં ગોબરભાઇ કેશાભાઇ ઢોલરીયા (પટેલ) (ઉ.વ.૬૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બહારથી પોતાના ટુવ્હીલર પર ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે કરી ઘરે આવતા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. નવા વર્ષના દિવસે જ ઘરના વડિલની વિદાયથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(11:33 am IST)