Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

૧૧:૪૫ વાગ્યે

રાજકોટમાં ધોળા દિવસે યુવકનું અપહરણ

પેલેસ રોડ રોડ ઉપર આવેલ આશાપુરા મંદિરેથી દર્શન કરી હોન્ડા સીટી કારમાં આવેલા એક યુવાનનું ત્રણથી ચાર અજાણ્યા લોકો અપહરણ કરી ગયાનું જાણવા મળે છે. મંદિર સામે આવેલ રાધિકા જવેલર્સ પાસે મોટર પાર્ક કરી આ યુવાન દર્શન કરવા માટે આશાપુરા મંદિરમાં ગયેલ. દર્શન કરી પાછો નીકળી મોટર તરફ ગયો ત્યારે ધોળા દિવસે ભરચક્ક રોડ ઉપર ૩ થી ૪ અજાણ્યા શખ્સોએ તેને બળજબરીથી ઉપાડી ગયાનું કેટલાક નજરે જાયેલા લોકોએ ‘અકિલા’ને જણાવ્યુ છે : પંદરેક મિનિટ પહેલા આ બનાવ બન્યાનું જાણવા મળે છે.
 

(11:57 am IST)