Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

મોટી વાજડીમાં દાઝી ગયેલા ચંદ્રીકાબેન બાટાનું મોત

રાજકોટઃ લોધીકાના મોટી વાજડી ગામે રહેતાં ચંદ્રીકાબેન ઉદયભાઇ બાટા (ઉ.વ.૨૮) તા. ૧૦ના સાંજે છએક વાગ્યે ઘરમાં સ્ટવમાં કેરોસીન પુરી રહ્યા હતાં એ વખતે બહાર ફટાકડા ફુટતાં હોઇ તિખારો ઘરમાં આવતાં ભડકો થતાં દાઝી ગયા હતાં. સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. લોધીકા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)