Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ ઉપર વાદળોના ખડકલા : સવારથી છાંટાછૂટી

ગઈકાલે રાતે પણ છાંટાછૂટી થઈ હતી, ચોમાસા જેવો માહોલ, વાતાવરણ હજુ બે દિવસ આવું જ વાતાવરણ રહેશે

રાજકોટ તા. ૧૮ : અરબી સમુદ્રમાં સર્જાયેલ લોપ્રેસરની અસરથી છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. આજે સવારથી અમુક શહેરોમાં વરસાદના સમાચારો મળી રહ્યા છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ છવાયેલા વાદળો વચ્ચે છાંટાછુંટી જોવા મળી હતી.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબીસમુદ્રમાં લોપ્રેસર સર્જાયું છે જેની અસરથી હજુ બે દિવસ વાદળો છવાયેલા રહેશે. છાંટાછૂટીથી લઇ હળવો વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ શકયતા રહેલી છે.

 દરમિયાન રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે છ થી સાતની વચ્ચે છાંટાછૂટી થયા બાદ ૯ૅં૩૦ વાગ્યાની આસપાસ પણ છાંટા છૂટી જોવા મળી હતી. ગતરાત્રીના પણ શહેરમાં છાંટા પડયા હતા.

શહેરમાં છેલ્લા બે દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે ઠંડીની અસર જોવા મળી રહી છે.

(10:28 am IST)