Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટમાં : શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો

સવારે ૧૦:૩૦ વાગ્‍યથી કાર્યક્રમોનો પ્રારંભઃ ભાજપનાં મુખ્‍ય આગેવાનોની બેઠક, પત્રકાર સ્‍નેહમિલન, એન.જી.ઓ. અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક તથા બ્રહમસમાજનો જ્ઞાન સંકલ્‍પ કાર્યક્રમાં ઉપસ્‍થિતી

રાજકોટ તા. ૧૮ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટમાં આવી રહ્યાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્‍યું હતું. તેઓ શ્રેણીબધ્‍ધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તા. ૨૦ના શનિવારે રાજકોટમાં સવારે ૧૦ વાગ્‍યે આવી જશે. ૧૦.૩૦ થી ૧૧.૩૦ પત્રકારોનું સ્‍નેહમિલન, ૧૧.૩૦ થી ૧૨.૩૦ અન્‍ય પ્રસંગો, બપોરના ૧ થી ૨ ઇમ્‍પીરીયલ હોટલમાં ઉદ્યોગપતિઓ અને એનજીઓ સાથે મિટીંગ, બપોરે ૨ થી ૩ અન્‍ય કાર્યક્રમોમાં હાજરી આપશે.
વધુમાં શ્રી મિરાણીએ જણાવ્‍યું હતું કે બપોરના ૩ થી ૪ કલાકે હેમુ ગઢવી હોલમાં શહેર ભાજપના મુખ્‍ય આગેવાનો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સાંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, કોર્પોરેટરો, શહેર ભાજપના હોદ્દેદારો, વોર્ડના મહામંત્રી, વોર્ડ પ્રમુખ તથા પ્રભારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે. તેમજ બપોરના ૪ કલાક બ્રહ્મસમાજના જ્ઞાનસંકલ્‍પ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

 

(11:09 am IST)