Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ જેલના કેદી મુળ રાજસ્‍થાનના નિતેશને મેલેરીયા થયા બાદ મોત

પરમ દિવસે બે કેદીને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં: નિતેશે સવારે દમ તોડયોઃ જેતપુરના લૂંટના ગુનામાં સામેલ હતો

રાજકોટ તા. ૧૮: શહેરના પોપટપરામાં આવેલી સેન્‍ટ્રલ જેલમાંથી પરમ દિવસે બિમારી સબબ બે કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ લૂંટના ગુનાના કાચા કામના એક કેદી મુળ રાજસ્‍થાનના યુવાનનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. તેને મેલેરીયા થઇ ગયાનું હોસ્‍પિટલમાં થયેલા નિદાન પરથી બહાર આવ્‍યું હતું.
જાણવા મળ્‍યા મુજબ રાજકોટ જેલમાંથી પરમ દિવસે મુળ રાજસ્‍થાનના અને જેતપુરના લૂંટના ગુનામાં પકડાયેલા કાચા કામના કેદી નિતેશકુમાર મહેશકુમાર જાંગડ (ઉ.વ.૨૪) તથા અન્‍ય એક કેદી તેજસ ભરતભાઇ સારેસા (ઉ.વ.૨૧)ને બિમારીની સારવાર માટે જેલમાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ નિતેશકુમારને મેલેરીયા તાવ હોવાનું નિદાન થતાં સારવાર શરૂ થઇ હતી. દરમિયાન આજે સવારે તેનું મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. નિતેશ સહિત છ જેટલા શખ્‍સોને જેતપુર પોલીસે અગાઉ લૂંટના ગુનામાં પકડયા હતાં.

 

(11:17 am IST)