Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ લોડ ઘટાડવા ખાસ એકશન પ્લાનઃ HT-ઔદ્યોગીક કનેકશનમાં ઓટોમેટીક મીટર રીડીંગ

ઝીરો યુનીટ-પ્રિમાઇસીસ લોકવાળા ગ્રાહકોના મીટર રીડીંગ લેવા-ક્ષતિગ્રસ્ત મીટરો બદલવા આદેશો : એમ.ડી.બરનવાલે તમામ ઇજનેરી-એકાઉન્ટોની ૩ દિવસ લેફટ-રાઇટ લઇ લીધી

રાજકોટ તા. ૧૮ : પીજીવીસીએલના મેનેજિંગ ડિરેકટર દ્વારા તાજેતરમાં સતત ત્રણ દિવસ ૧ર વર્તુળ કચેરીના અધિકારીઓ સાથે તાત્કાલિક અસરથી વીજ લોસ ઘટાડવા મીટીંગનો ધમધમાટ લેવાયો હતો. જેમાં અધિક્ષક ઇજનેર કાર્યપાલક ઇજનેર ૧૩૧ પેટા વિભાગીય કચેરીઓના નાયબ ઇજનેર, એકાઉન્ટ ઓફીસર, હિસાબી અધિક્ષક સુધીના અધિકારીઓ સાથે વિશદ સમીક્ષા કરાઇ હતી.

પીજીવીસીએલ કંપનીના ૧ર વર્તુળ હેઠળ વિજલોસનો કંપની લક્ષ્યાંક પુર્ણ કરવા માટેપેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરશ્રી કાર્યપાલક ઇજનેર/હિસાબી અધિક્ષક, અધિક્ષક ઇજનેર, એકાઉન્ટ ઓફીસર સુધીના અધિકારીઓને બોલાવી એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કોમર્શિયલ લોસ ઘટાડવા, વીજલોસ ઘટાડવા તથા વીજ કંપનીના બાકી લેણાની વસુલાત કરવા તાકીદે કાર્યવાહી હાથ ધરવા સુચના આપવામાં આવેલ છે. મીટીગમાં એચ.ટી.ઔદ્યોગીક ફીડરના લોક ઘટાડવા ઓટોમેટીક મીટર રીડીંગથી નિયમિત મોનિટરીંગ કરવા સુચના આપવામાં આવેલ હતી. ઔદ્યોગીક, શહેરી, જયોતિગ્રામ તથા ખેતીવાડી ફિડરોમાં જે ગ્રાહકોના ''૦'' શુન્ય યુનિટ / પ્રિમાઇસિસ લોક / ક્ષતિગ્રસ્ત મીટર જેવા ગ્રાહકોને ચોકકસ વીજ વપરાશ (રેકોર્ડીંગ યુનિટ મળે તે હેતુ માટે એકચ્યુઅલ મીટર રીડીંગ લેવા/ ક્ષતિગ્રસ્ત મીટર બદલવા આદેશ કરાયા હતા તેમજ વીજગ્રાહકોને ગુણવતાસભર વીજપુરવઠો મળી રહે તે હેતુથી ફિડરો પર જરૂરી સમારકામ હાથ ધરવા સુધના આપવામાં આવેલ છે.

દરેક પેટા વિભાગીય કચેરીથી વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી સુધી કરવામાં આવેલ કામગીરી ટેકનિકલ તથા હિસાબી વિભાગોના અધિકારી/ કર્મચારીઓના સંકલનમાં એકશન પ્લાન બનાવી દરેક કામગીરીનું દર સોમવારે સમિક્ષા કરવા સુચના આપવામાં આવેલ છે. ત્યાબાદ દરેક વર્તુળના અધિક્ષક ઇજનેર સાથે દર, મંગળવારે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.

(12:20 pm IST)