Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં નિર્માણ પામી રહેલ બ્રિજનું કામ જેટ ગતિએ કરો

ગતરાત્રીના પ્રદિપ ડવએ અન્ડરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું : મુહૂર્ત પહેલા પૂર્ણ કરવા તાકિદ કરી

રાજકોટ તા. ૧૮ : શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં અન્ડર અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જે અન્વયે કાલાવડ રોડ પર જડ્ડુસ ચોકમાં બની રહેલ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ મેયર પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવ્યું હતું અને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેવા હેતુથી જુદા જુદા વિસ્તારમાં ૬ સ્થળોએ બ્રિજની કામગીરી ચાલી રહેલ છે. ચાલી રહેલ બ્રિજની કામગીરી સમયમર્યાદા પહેલા પૂર્ણ થાય તે માટે પદાધિકારીશ્રી દ્વારા અવારનાવર સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે અને બ્રિજની કામગીરી કરતી એજન્સીઓની દિવસ-રાત કામગીરી કરવા જણાવવામાં આવેલ. જેના અનુસંધાને ગઈકાલ તા.૧૭/૧૧/૨૦૨૧ના રાત્રે કાલાવડ રોડ પર જડુસ ખાતે રૂ.૨૯ કરોડના ખર્ચે ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરી મેયર ડો.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ.

આ બ્રિજમાં કુલ ૬ પીલર આવે છે. તમામ પીલરને ફાઉન્ડેશન ભરાઈ ગયેલ છે અને બે પીયરની કેપ પુરી થયેલ છે. તેમજ એક પીયર અને કેપની સેન્ટ્રીંગ ગોઠવવાની કામગીરી ગતિમાં છે.

એજન્સીએ આગામી જાન્યુઆરી ૨૦૨૩માં કામગીરી પૂર્ણ કરવાની મુદત આપવામાં આવેલ છે. પરંતુ હાલની કામગીરી જોતા સમયમર્યાદા પહેલા પૂર્ણ થાય તેવું જણાય છે આજ ગતિથી કામગીરી આગળ વધારવા મેયર ડો.પ્રદિપ ડવએ એજન્સીને સુચના આપેલ હતી.

(2:45 pm IST)