Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શનિવારે જ્ઞાન સંકલ્પ દીક્ષાંત સમારોહ

ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હેમુ ગઢવી હોલ ખાતે આયોજનઃ જરૂરતમંદ પરિવારના પસંદગી પામેલ ૨૦ બાળકોને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાશેઃ રાજકીય રંગ વગર રૂટીન સમારોહ હોવાની આગેવાનોની સ્પષ્ટતા

રાજકોટઃ તા.૧૮, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા.૨૦ના શનિવારે હેમુગઢવી હોલ ખાતે જ્ઞાન સંકલ્પ યોજના અંતર્ગત દીક્ષાંત સમારોહ યોજવામાં આવેલ છે.

આ અંગેની વિગતો  'અકિલા' ખાતે વર્ણવતા જ્ઞાતિ આગેવાનોએ જણાવ્યુ હતુ કે સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી 'જ્ઞાન સંકલ્પ યોજના' અંતર્ગત પ્રતિવર્ષ  ધોરણ ૯ થી આર્ર્થીક જરૂરીયાતમંદ પરિવારના તેજસ્વી ૨૦ બાળકો પસંદ કરી તેમને રાજકોટ શહેરની ખ્યાતનામ શાળાઓમાં અભ્યાસ માટે ધોરણ ૧૨ સુધીની સંપૂર્ણ જવાબદારી સાથે મોકલાય છે. આ સમગ્ર પ્રકલ્પ કેળવણીકાર ગિજુભાઇ ભરાડ તથા ગુલાબભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ બ્રહ્મસમાજના અગ્રણી કશ્યપભાઇ શુકલ, પ્રમુખ દર્શીત જાની તથા સમગ્ર આયોજન કમીટીની આગેવાનીમાં ચાલી રહયો છે.

ચાલુ વર્ષે પસંદ કરાયેલ બાળકોનો દીક્ષાંત સમારોહ તા.૨૦ને શનિવારે હેમુગઢવી નાટયગૃહ ખાતે બપોરે ૩:૩૦ થી યોજેલ છે. આ પ્રસંગે ભારતવર્ષના પ્રખર ભાગવતાચાર્ર્ય પુજય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝા સમારોહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત સમારોહ ઉદઘાટક તરીકે ગુજરાત રાજય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત રાજય ભાજપ પ્રદેશ મહામંત્રી તથા સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા વગેરે ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગજગતના મનીષભાઇ મદેકા (રોલેક્ષ ઇન્ડ પ્રા.લી.), સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડ. પ્રા.લી.), મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ પ્રા.લી.) તથા પ્રકલ્પ સાથે જોડાયેલ શાળાઓના સંચાલકો જેમાં જતીનભાઇ ભરાડ (ભરાડ સ્કુલ) પ્રવિણાબેન જાની (મુરલીધર સ્કુલ) હિરેનભાઇ જાની (ઇનોવેટીવ સ્કુલ),   દિપકભાઇ જોશી (સિસ્ટર નિવેદીતા સ્કુલ), સુદીપભાઇ મહેતા (શકિત સ્કુલ), રાજુભાઇ ભટ્ટ (હોલીસેન્ટ સ્કુલ), શ્રી પુષ્કરભાઇ રાવલ (તપોવન સ્કુલ) વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.

સમસ્ત બ્રહ્મસમાજની યાદીમાં જણાવ્યુ મુજબ સમગ્ર કાર્યક્રમ માટે વિવિધ સમિતિઓની રચના કરી ભોજન વ્યવસ્થા, હોલની બેઠક વ્યવસ્થા, આમંત્રીતોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, બહેનો માટેની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ માટે એવીપીટી પાસેથી વ્યવસ્થા ગોઠવેલ છે.

દરેક વિસ્તાર અને વોર્ડમાંથી પ.પૂ. રમેશભાઇ ઓઝા અને સી.આર.પાટીલને સાંભળવા વિવિધ તળગોળમાંથી બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહેશે તેવી તળગોળના હોદેદારોએ ખાતરી આપી છે. પ.પૂ. રમેશભાઇ તથા શ્રી સી.આર.પાટીલ  સાહેબને આવકારવા બ્રહ્મસમાજ દ્વારા વિવિધ સ્થાનોએ બેનરો લગાવેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીત જાનીએ જણાવ્યુ હતુ કે અમોએ વિવિધ ક્ષેત્રના બ્રહ્મઅગ્રણીઓને આમંત્રણ પાઠવેલ છે અને બહોળી સંખ્યામાં બ્રહ્મપરીવારો ઉપસ્થિતિમાં બ્રહ્મસમાજના આ વર્ર્ષના પ્રકલ્પને મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાશે.

અત્રે જ્ઞાતિ આગેવાનોએ ખાસ ઉલ્લેખ કરીને જણાવ્યુ હતુ કે આ કાર્ર્યક્રમને લઇને જે રાજકીય રંગ આપવામાં આવી રહયો છે. તેની સાથે અમારે કોઇ નિસ્બત નથી. જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા જ કાર્યક્રમ યોજાયો છે.સમગ્ર કાર્યક્રમ માટે  બ્રહ્મઅગ્રણી કશ્યપ શુકલ તથા સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શીતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજના હોદેદારો દિપકભાઇ પંડયા, કમલેશભાઇ ત્રિવેદી, અતુલભાઇ વ્યાસ, જનાર્દનભાઇ આચાર્ય, નલીનભાઇ જોષી, દક્ષેશભાઇ પંડયા, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, પ્રશાંતભાઇ જોશી, જયેશભાઇ જાની, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોશી, શોભનાબેન પંડયા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.  તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી દર્શીતભાઇ જાની, દિપકભાઇ પંડયા, અતુલભાઇ વ્યાસ, જર્નાદનભાઇ ઉપાધ્યાય, નલીનભાઇ જોષી, જીજ્ઞેશભાઇ ભટ્ટ વગેરે નજરે પડે છે.

(2:46 pm IST)