Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

FPAI દ્વારા સ્ટાફગણને ઇન સર્વીસ તાલીમ

રાજકોટઃ એફ પી એ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા સ્ટાફ માટે ઇન સર્વિસ તાલીમ તથા નવા હોદેદારો માટે ભૂમિકા તથા જવાબદારીની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં બહોળી સંખ્યામાં સંસ્થાના હોદેદારો, સ્ટાફ મેમ્બર્સ તથા સભ્યોએ હાજરી આપી હતી. સવારે  સ્ટાફગણ માટે ઇન સર્વિસ ટ્રેનીંગનું આયોજન કરેલ જેમાં ટ્રેનર તરીકે ડો. પ્રો. પ્રદીપભાઈ જોબનપુત્રાએ સૌ સ્ટાફ ગણને તમામ વ્યૂહની અવગત કરેલ. ઉપરાંત સેવાઓના વિસ્તાર માટે સામાજિક માધ્યમો નો વધારે પડતો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ આવતા વર્ષ માટે સંસ્થાને વધુ ડેવલપ કરવા માટેનું આયોજન કરવા માટે પણ ભલામણ કરેલ.

 ત્યારબાદ નવ નિયુકત હોદેદારો માટે સંસ્થા પ્રત્યે ભૂમિકા તથા જવાબદારી માટેની તાલીમની શરૂઆત કરેલ. સૌ પ્રથમ પ્રમુખ  મહેશભાઈ મેહતા, સીનીયર વોલન્ટીયર. ડો. પ્રદીપભાઈજોબનપુત્રા તથા ઉપપ્રમુખ શ્રીમતી અવનીબેન ઓઝા, ડો. વિક્રમભાઈ દોશી, ટ્રેજરર વિજયભાઈ ધગત, મેમ્બર રાજેશભાઈ ગોંડલિયા, કો ઓપ મેમ્બર પરેશભાઈ જનાની, સી એલ રૈયાણી ,યુથ મેમ્બર પાયલબેન રાઠોડ, સોનાલીબેન ચાવડા, ડો મૌલીબેન વૈષ્ણવ એ સંસ્થાના સ્થાપક આવાબાઇ વાડિયાની તસ્વીર રાખીને દીપ પ્રાગટ્ય કરીને કરેલ.   સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મેહતા એ કાર્યક્રમને અનુલક્ષીને પ્રવચન કરેલ. સીનીયર વોલન્ટીયર ડો. પ્રદીપભાઈ જોબનપુત્રાએ ઉપસ્થિત સૌ હોદેદારોને એફ પી એ ઇન્ડિયાની સેવાઓ વિષે વિગતે ચર્ચા કરી હતી.  સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી અવનીબેન ઓઝાએ ઉપસ્થિત સૌને પોતાનું શ્રેષ્ઠ આપવા તથા પૂરી જહેમતથી કાર્ય કરવા જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે   તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.  આ તકે શ્રી અરુણભાઈ દવેએ પણ હાજરી આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા   સંસ્થાના પ્રમુખશ્રી મહેશભાઈ મેહતા, ઇન્ચાર્જ બ્રાંચ મેનેજર મહેશભાઈ રાઠોડ, તથા તમામ સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.

(2:47 pm IST)