Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ખુની હુમલાના કેસમાં ગારિડા ગામના સરપંચની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૮: રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બામણબોર ગામ પાસે આવેલ ગારિડા ગામમાં સરપંચ સહિત પ થી ૬ લોકોએ ધોકા અને કુહાડી જેવા ઘાતક હથિયારોથી કરેલ હુમલામાં ગારિડા ગામના સરપંચનો જામીન ઉપર છુટકારો સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.

આ કામેની વિગત એવી છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બામણબોર ગામ પાસે આવેલ ગારિડા ગામના રહેવાશીએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છેકે, ફરિયાદી અને આરોપી ભરત ધીરૂભાઇ સાથે જુની માથાકૂટ ચાલતી હોય જેના મનદુખના કારણે આરોપી ભરત ધીરૂભાઇ તથા ગામના સરપંચ સહિત પ થી ૬ આરોપીઓએ ધોકા, પાઇપ, કુહાડી જેવા હથિયારો ધારણ કરી ફરિયાદીને કુહાડી વડે હુમલો કરીને બંને પગે, હાથે તથા શરીરે માર મારી, ઇજા પહોંચાડીને ભારતીય દંડ સંહિતાની કલમ-૩ર૬, ૩રપ, ૩ર૩, ૧૧૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩પ(૧) મુજબનો ગંભીર ગુન્હો આચર્યો હોવાની ફરીયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હોય. જેના અનુસંધાને તમામ આરોપીઓની એરપોર્ટ પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરેલ હોય, જેમાં ગારિડા ગામના સરપંચ ભૂપતભાઇ વાટિયાની પણ આ ગુન્હાના કામે ધરપકડ કરેલ હોય જામીન પર છુટવા અરજી કરી હતી.

અરજીના કામે આરોપી તરફે તેમના એડવોકેટ દ્વારા વિસ્તાર પૂર્વકની દલીલો કરેલ જેમાં જણાવેલ કે, ઇજા પામનાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયેલ છે. પોલીસે આરોપીઓ સાથે ચાર્જશીટ નામદાર કોર્ટમાં ફાઇલ કરી દીધેલ છે તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં નામદાર કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી એવા ગારિડા ગામના સરપંચ ભૂપતભાઇ વાટિયા તરફે રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, પી.આર. પરમાર, રાહુલ બી. મકવાણા, મિલનભાઇ પરમાર રોકાયેલ હતા.

(4:08 pm IST)