Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ચેક રિટર્ન કેસમાં વર્લ્ડ વન્ડરના પ્રોપરાઇટરને ઍક વર્ષની સજા અને વળતર ચુકવવા આદેશ

રાજકોટ તા. ૧૮ : ચેક રીર્ટનના કેસમાં વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણીને અદાલતે ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ હતો.

રાજકોટના ફરીયાદી પુનીતભાઇ બીપીનભાઇ રૂઘાણીએ આરોપી વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણી સાથે મીત્રતાના સંબંધો હોય જેથી ફરિયાદી પુનીતભાઇ બીપીનભાઇ રૂઘાણીએ આરોપીને ધંધાના વિકાસ અર્થે નાણાકીય જરૂરીયાત માટે રૂ. ૨,૦૦,૦૦૦ આપેલા. ત્યારબાદ ફરીયાદીએ આરોપી પાસે પોતાના રૂપિયાની માંગણી કરતા આરોપીએ આ રૂપિયા ચુકવવા પેટે રૂ. ૨,૦૦,૦૦૦ પુરાના (ર) ચેકો આપેલા.

આ ચેકો ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહું ચેકો પરત ફરેલા ઉપરોકત ચેકો પરત ફરતા ફરીયાદીએ પોતાના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ મોકલેલી છતાં આરોપીએ ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નહી. તેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફોજદારી કેસથી આરોપી વિરૂધ્ધ ધી નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી અને અદાલતમાં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલ તુષારભાઇ બસલાણાની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી અદાલતે આરોપી વન્ડર વર્લ્ડના પ્રોપરાઇટર સુનીલભાઇ મહેન્દ્રભાઇ સવાણીને ક્રિમીનલ પ્રો.કોડની કલમ-૨૫૫(ર) હેઠળ તકસીરવાન ઠરાવી ૧ (એક) વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ તથા પુનીતભાઇ બીપીનભાઇ રૂઘાણીને રૂ. ૨,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે દિન-૬૦માં ચુકવી આપવા તેમજ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી તુષારભાઇ બસલાણી, મનીષ કોટક, એઝાઝ જુણાચ તથા એ.એસ.ભારમલ, જગદીશભાઇ જે. પડીયા તથા જુનીયર કલાર્ક તરીકે વત્સલ એન. ચાવડા, હાર્દિક એમ. બસલાણી તથા દિપ ટી. બસલાણી વિગેરે વકીલો રોકાયેલા.

(4:07 pm IST)