Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

અમીનમાર્ગ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાંથી સાગર દારૂની ૨૪ બોટલ સાથે પકડાયો

બુટલેગરને દારૂ આપવા માટે ઉભો તો'ને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

રાજકોટ,તા. ૧૮ : અમીન માર્ગ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને દારૂની ૨૪ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ અમીનમાર્ગ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં એક શખ્સ દારૂની ડીલેવરી કરવા માટે ઉભો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, ક્રિપાલસિંહ, અંશુમાનભા ગઢવી, જીજ્ઞેશભાઇ મારૂ, સુભાષભાઇ, દેવાભાઇ, નિતેષભાઇ તથા મેહુલભાઇ સહિતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નં. ૩ના ખૂણા પાસેથી સાગર જગદીશભાઇ રાઠોડ (ઉવ.૨૯) (રહે. સહકાર મેઇન રોડ, ગાયત્રીનગર શેરી નં. ૪માં ભાડે)ને રૂો ૯૬૦૦ની કિંમતની દારૂની ૨૪ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)