Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ટેક હોમ રાશનમાંથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું આંગણવાડી ખાતે નિદર્શન

રાજકોટ : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજકોટ શહેર આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટ શહેરનાં બાળકોનું, કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. જે અન્વયે તા.૧૧ના રોજ શહેરનાં તમામ વોર્ડના કુલ ૩૬૪ આંગણવાડી કેન્દ્ર ખાતે સરકાર તરફથી મળતા બાલશકિત, માતૃશકિત અને પુર્ણાશકિત 'ટેક હોમ રાશન'માંથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ તેમજ વાનગીઓના પોષણ સ્તર વિષે સમજ આપવામાં આવી હતી અને આંગણવાડી સર્વેની કુલ ૯૭૫૨ કિશોરીઓ, ૫૬૪૬ સગર્ભા ધાત્રી માતાઓને અને ૧૫૮૯૫ ત્રણ વર્ષે સુધીના બાળકો એમ મળીને કુલ ૩૧૨૯૩ લાભાર્થીઓને આંગણવાડી ખાતે ઉપસ્થિત રાખી અને પોષણ વિષે સમજુતી આપવામાં આવી હતી. આ કામગીરીને પ્રોત્સાહિત કરવા વોર્ડ નંબર-૨ એરોડ્રામ પાસેની છોટુનગર ખાતેના આંગણવાડી કેન્દ્ર પર રાજકોટ શહેરના ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ તથા મહિલા સંગઠન સભ્યો માર્ગદર્શન આપવા અર્થે ખાસ ઉપસ્થિત રહેલ. તમામ વોર્ડની આંગણવાડી ખાતે કાર્યક્રમની સફળ બને તે હેતુથી ઘટક ૧, ૨ અને ૩ના સી.ડી.પી.ઓ., મુખ્યસેવિકા અને વર્કર-હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ છે.

(2:52 pm IST)